કચ્છમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયું, ગુજરાતની સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ…

કચ્છઃ ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન સરહદે જોડાયેલાં ગુજરાતના કચ્છમાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. ખબર પ્રમાણે સવારે સાડા છ કલાકે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.

કચ્છ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોનને ઈઝરાયેલી હવાઈ સંરક્ષણ પ્રણાલી સ્પાયડર દ્વારા ડર્બી મિસાઈલથી ગોળી મારવામાં આવી હતી. આ સિસ્ટમ પ્રથમવાર દુશ્મનના વિમાનને નષ્ટ કરવા વપરાઈ છે.

એકતરફ ભારતીય હવાઈદળના12  મિરાજ લડાયક વિમાનોના દસ્તાએ પાકિસ્તાનમાંચાલી રહેલા આતંકી ઠેકાણાઓ હજારો કિલો બોમ્બ વરસાવીને નષ્ટ કર્યાં હોવાના ખબર છે ત્યાં ગુજરાતમાં તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ પાઠવી દેવાયું છે. જેને લઈને કચ્છ સરહદે પણ સઘન મોનિટરિંગ ચાલી રહ્યું હતું. જે દરમિયાન ભારતીય સુરક્ષાદળોની નજરે ચડેલાં પાકિસ્તાની ડ્રોનને તોડી દેવાયું હતું.

પાકિસ્તાનમાં ભારતીય હવાઈદળ દ્વારા કરાયેલા બોમ્બ હુમલા અંગે ખુદ પાકિસ્તાને જ જાણકારી આપી હતી.

આપને જણાવીએ કે સીઆરપીએફ જવાનો પર થયેલાં ફિદાયીન હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માગ બુલંદ છે ત્યાે પાકિસ્તાનની સીમામાં બાલાકોટ સુધી ધસી જઈને ભારતીય હવાઈદળે દર્શાવેલ પરાક્રમે પાકિસ્તાને હડબહાહટની સ્થિતિમાં મૂકી દીધું છે.

ગુજરાત બોર્ડર પર પણ પાકિસ્તાન સરહદ લાગતી હોવાથી અત્યંત સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને દિવસરાત સતત પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીઓ હાલ હાઈએલર્ટ પર મૂકવામાં આવી છે.