પાકિસ્તાનની નઠારી હરકત: પોરબંદર કાંઠા નજીક ઘૂસી આવી 12 માછીમારોનું અપહરણ કર્યું

0
1201

પોરબંદર – પાકિસ્તાનના મરીન સિક્યુરિટી એજન્સીના જવાનોએ બે ભારતીય બોટ સાથે ૧૨ માછીમારોનું અપહરણ કર્યું છે.

પાકિસ્તાની સમુદ્રી સૈનિકો ભારતીય જળસીમાની અંદર ઘૂસી આવ્યા હતા અને ભારતીય માછીમારોનું એમની બોટ સાથે અપહરણ કરી ગયા છે.

અપહરણમાં ૧ બોટ પોરબંદરની છે અને ૧ બોટ ઓખાની છે.

પોરબંદરના કાંઠા નજીક પાકિસ્તાની મરીન સૈનિકો દ્વારા અવારનવાર આવી નાપાક હરકત કરવામાં આવે છે અને આજે એણે એ ફરીવાર કરી છે.