અંબાજીમાં સલમાનની ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’નો વિરોધ

અંબાજી-નેશનલ ફિલ્મ જગતમાં બનતી હિન્દી ફિલ્મો એક પછી એક વિવાદોમાં ઘેરાઇ રહી છે. ક્ષત્રિય સમાજ દ્વારા પદ્માવતી ફિલ્મનો વિરોધ અને હવે વાલ્મિકી સમાજ દ્વારા સલમાનખાનની ટાઇગર ઝિંદા હૈ ફિલ્મ માટે વિવાદ વધતો જઇ રહ્યો છે. ફિલ્મ ટાઇગર ઝિંદા હૈ મામલે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ વાલ્મિકી સમાજને લઇ કરેલી અભદ્ર ટિપ્પણી બાબતે વાલ્મિકી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઇ આજે સલમાનખાનના જન્મ દિવસે અંબાજી વાલ્મિકી સમાજે તેનો વિરોધ કર્યો છે.વાલ્મીકી સમાજ અંબાજી દ્વારા સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીનાં પુતળા બનાવી હાથમાં બેનરો લઇ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો ને પોલીસ જાપ્તા સાથે સમગ્ર અંબાજી શહેરમાં વિરોધમાં વિશાળ રેલી નિકળી હતી સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી મુર્દાબાદના નારા લગાવાયા હતાં.તથા બનાવેલાં પૂતળાઓને જૂતાનાં હાર પહેરાવાયા હતા. જોકે ફરી વાર આવી કોઇ અભદ્ર ટીપ્પણી વાલ્મીકી સમાજ માટે ન થાય અને હાલ માં જે ટીપ્પણી કરાઇ છે. તેનાં સામે કલાકારોને સજા મળે ને કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ અંબાજી વાલ્મીકી સમાજે કરી છે. એટલુંજ નહીં વાલ્મીકી સમાજ નાં લોકો ભલે ગંદુ ઉપાડતાં હોય પણ સમાજ ને લઇ ગંદી ભાષા અને અભદ્ર ટિપ્પણીઓ ક્યારે સહન નહીં કરે.

તસવીર-અહેવાલઃ ચિરાગ અગ્રવાલ