ક્યાંક જરાપણ નથી, તો પૂર્વ-મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર

0
1254

ગાંધીનગર- રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદની મહેર જોવા મળી છે. છોટા ઉદેપુર જિલ્લાનાં જેતપુર પાવી તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૦૨ મી.મી એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૬ જિલ્લાઓના ૭૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના સુરેન્દ્રનગર, દેવભૂમિદ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને બોટાદમાં છેલ્લા ૨૪ કલાકમાં બીલકુલ વરસાદ વરસ્યો નથી. જ્યારે ભાવનગરનાં ઉમરાળા તાલુકામાં ૧૫ મી.મી, મોરબીનાં માળીયા મિયાણા તાલુકામાં ૨૦ મી.મી, જૂનાગઢનાં વિસાવદરમાં પાંચ મી.મી, જામનગરનાં કાલાવડ તાલુકામાં ૨૫ મી.મી વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત રાજકોટ જિલ્લાનાં ગોંડલ તથા કોટડા સાંઘાણીમાં અડધો ઇંચ અને જસદણમાં પાંચ મી.મી વરસાદ વરસ્યો છે. જ્યારે અમરેલીમાં લાઠી અને રાજુલામાં ૧૫ મી.મી વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર રાપર તાલુકામાઁ ૬૬ મી.મી એટલે કે અઢી ઇંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૫ જૂન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર જિલ્લા ક્યાય વરસાદ પડ્યો નથી. તે ઉપરાંત પાટણ જિલ્લાના સમી તાલુકામાં ૧૬ મી.મી. અને શંખેશ્વર તાલુકમાઁ ૯ મી.મી, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૧ મી.મી., વડગામ તાલુકામાં ૩ મી.મી., મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ૨૪ મી.મી. અને સતલાસણા તાલુકામાં ૪ મી.મી, સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ૨૬ મી.મી.,વડાલી તાલુકામાં ૨૨ મી.મી. વરસાદ વરસ્યો છે. 

દક્ષિણ ગુજરાત ઝોનના વલસાડ  જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન વરસાદ વરસ્યો નથી. જ્યારે ભરુચનાંઅંકલેશ્વરમાં ૧૭ મી.મી, નર્મદાનાં સાગબારામાં ૧૦ મી.મી, નવસારી તાલુકામાં ૧૨ મી.મી, ડાંગનાં સુબીર તાલુકામાં 13 મી.મી, તાપીના નિઝર તાલુકામાં ૫૪ મી.મી., સોનગઢમાં ૪૧ મી.મી, ઉચ્છલમાં ૯ મી.મી અને કૂકરમુંડા તાલુકામાં ૬ મી.મી., સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ૩૨ મી.મી., સૂરત સીટીમાં ૬૯ મી.મી તથા બારડોલીમાં ૭ મી.મી અને પલસાણા તાલુકામાં ૧૬ મી.મી જેટલો  વરસાદ વરસ્યો છે.

પૂર્વ મધ્ય ગુજરાત ઝોનના તમામ આઠેય  જિલ્લાઓમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે. જેમાં આણંદનાં ઉમરેઠમાં ૪ મી.મી અને વડોદરા જિલ્લાનાં દેસરમાં ૧૦ મી.મી વરસાદ વરસ્યો છે. જ્યારે પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકામાં ૧૬ મી.મી.,ઘોઘંબામાં ૩૫ મી.મી, ગોધરામાં ૬૫ મી.મી, જાંબુઘોડામાં ૪૨ મી.મી, અને શહેરામાં ૬૬ મી.મી વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં વરસ્યો છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ૧૫ મી.મી, દાહોદમાં ૨૮ મી.મી, ગરબાડામાં ૧૮ મી.મી, દેવગઢ બારિયામાં ૨૫ મી.મી, સિંગવડમાં ૨૯ મી.મી અને સંજેલીમાં ૨૫ મી.મી વરસાદ વરસ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ૧૦ મી.મી., સંખેડા તાલુકામાં ૨૫ મી.મી., બોડેલીમાં ૪૩ મી.મી, છોટા ઉદેપુરમાં ૬૬ મી.મી, ક્વાંટમાં ૧૭ મી.મી, અને સૌથી વધુ જેતપુર પાવી તાલુકામાં ૧૦૨ મી.મી  વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ૮ મી.મી., દસક્રોઇ તાલુકામાં ૧૯ મી.મી. અને વિરમગામમાં ૪ મી.મી. વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ખેડા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ગળતેશ્વરમાં ૧૬ મી.મી., મહુધામાં ૯ મી.મી., માતરમાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો છે. આમ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૨૬ જિલ્લાઓના ૭૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.