NMC બિલનો વિરોધ, સાંજે છ વાગ્યા સુધી હેરાન થશે દર્દીઓ

અમદાવાદઃ  ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત સ્ટેટ બ્રાન્ચ રાજ્યના તમામ માન્ય દવાખાનાઓ અને લેબોરેટરીમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સેવાઓમાં બંધ પાળવામાં આવી રહ્યો છે. એનએમસી બિલના વિરોધમાં બંધ દરમિયાન આકસ્મિક સેવાઓ જ્યાં સગવડ હશે, ત્યાં ચાલુ રહેશે. આ હડતાલમાં ગુજરાતના 28 હજાર તબીબો પણ હડતાલ જોડાયા છે. જોકે આ કારણે દર્દીઓ અને તેમના પરિજનોની હાલત કફોડી બની છે.આ માટે છે વિરોધ

એમબીબીએસ ડિગ્રીધારકોને તબીબી સેવાઓ આપવા માટે તેમણે વધુ એક લાયકાત મેળવવી પડશે જેમાં અન્ય એક પરીક્ષા આપવાની રહેશે. જેમાં પાસ થયા પછી જ તે દર્દીઓનો ઉપચાર કરી શકશે.  વિદેશી ડૉક્ટર્સ કે વિદેશમાં ડિગ્રી મેળવનારને આ પરીક્ષામાં રાહત મળશે. અત્યાર સુધી એમસીઆઈ કાયદા અંતર્ગત આ પ્રકાર ડૉક્ટર્સને ભારતમાં પ્રેક્ટિસ કરવાં માટે ક્વોલિફાય એક્ઝામ પાસ કરવી પડતી હતી. જ્યારે નવા કાયદામાં તેમને આમાંથી છૂટ મળશે.

આ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને બિલમાં કરવામાં આવેલી કેટલીક જોગવાઇઓ સામે વિરોધ છે, તેમાં ખાનગી મેડિકલ કોલેજોમાં 15 ટકાના બદલે 60 ટકા બેઠકોની ફી મેનેજમેન્ટને નક્કી કરવાનો અધિકાર આપવામાં આવનાર છે. આ ઉપરાંત એમસીઆઇની જગ્યાએ એક રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેનો ભારે વિરોધ થઇ રહ્યો છે.