હાર્દિકે કોંગ્રેસને આપેલાં સમર્થન બાદ નિતીનનો વળતો વાર, મૂર્ખે કહ્યું ને બીજા મૂર્ખે માન્યું

અમદાવાદ– છેવટે હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસને આડકતરો ટેકો જાહેર થયાં બાદ ભાજપ દ્વારા પણ વળતો શબ્દપ્રહાર કરાયો છે.ડેપ્યૂટી સીએમ નિતીન પટેલે સંવાદદાતા સમેલન યોજી જણાવ્યું તે હાર્કિદ અને કોંગ્રેસે પટેલ સમુદાયને અનામતના નામ પર બેવકૂફ બનાવ્યાં છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે એક મૂર્ખે દરખાસ્ત આપી અને બીજા મૂર્ખે માની લીધી છે અને હવે અન્યોને મૂર્ખ કહે છે.

હાર્દિકે આજે કહ્યું એ પરથી કહી શકાય કે હાર્દિકનો મુખવટો ઊતરી ચૂક્યો છે અને હાર્દિક વોટ માટે કોંગ્રેસ પાર્ટી સાથે સોદાબાજી કરવામાં લાગ્યો છે અને પોતાના સ્વાર્થ માટે સમાજને વેચી રહ્યો છે. હાર્દિક પર જાતિવાદનો આરોપ લગાવતાં કહ્યું કે તે રાજનીતિક પ્રલોભનમાં આવી લોકોને આપસમાં લડાવી રહ્યો છે.

તેમણે ગુજરાતના પટેલ સમુદાયને અપીલ કરી હતી કે તેઓ હાર્દિક અને કોંગ્રેસના પ્રલોભનોથી દીર રહે. હાર્દિક પણ જાણે છે કે બંધારણના હિસાબથી 50 ટકાથી વધુ અનામત આપવી શક્ય જ નથી.  હાર્દિક કોંગ્રેસની લખેલી સ્ક્રિપ્ટ વાંચી રહ્યો હોવાનો આક્ષેપ કરતં નિતીન પટેલે કહ્યું તે ઇન્દ્રા સાહની કેસમાં સુપ્રીમ કોર્ટે સુનિશ્ચિત કરી દીધું છે કે કોઇપણ સરકાર 50 ટકાથી વધુ અનામત આપી નથી શકતી. હાર્દિક નાદાન છે અને તેણે સમજવું જોઇએ. ચૂંટણી છે ત્યારે પટેલ અનામતના મુદ્દે  કોંગ્રેસ પોતાનું મોં સંતાડવા માટે કોંગ્રેસ હાર્દિકના હાથમાં દડો આપીને ખેલ ખેલી રહી છે.

અમદાવાદ હાર્દિક પટેલની પત્રકાર પરિષદના જવાબમાં ભાજપ તરફથી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. નીતિન પટેલે કોંગ્રેસના એજન્ટ હોવાનું જણાવીને હાર્દિક પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગયાં છે તેવું પત્રકારોને જણાવ્યું હતું.

નીતિન પટેલે જણાવ્યું હતું કે સુપ્રીમનો ઓર્ડર છે 50 ટકાથી વધુ અનામત આપી શકાય નહીં  કોંગ્રેસ આદેશ આપે તેવી ભાષા હાર્દિક વાપરી રહ્યો છે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના એજન્ટો ખુલ્લાં પડી ગયાં છે,  કોંગ્રેસનો અસલી ચહેરો બહાર આવી ગયો છે. કોંગ્રેસની મદદથી, કોંગ્રેસના પૈસાથી, કોંગ્રેસના માર્ગદર્શન આંદોલન ચાલતું હતું જે હવે ખુલ્લું પડી ગયું છે.  કોંગ્રેસના પ્રમુખના ઘરે મારામારી કરી તોડફોડ કરી હતી આ બધું જ કરવા પાછળ કોંગ્રેસનો હાથ હતો  હાર્દિકને કોંગ્રેસની બહુ ચાટેલી લોલીપોપ તેમને બહુ ભાવે છે. કોંગ્રેસના પાપનો ભાંડો હવે ફૂટવાનો છે. કોઇપણ સંજોગોમાં કુલ અનામત 50%થી વધી શકશે નહીં એવો સુપ્રીમનો ચૂકાદો છે.