ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે રાજીનામું પરત ખેંચ્યું

રાજકોટ– ખોડલધામના આજીવન ટ્રસ્ટી નરેશ પટેલે ગઇ કાલે અચાનક આપેલાં રાજીનામાં બાદ સર્જાયેલી પરિસ્થિતિની બબાલ વચ્ચે નરેશ પટેલે રાજીનામું પરત ખેંચી લીધું છે. પાટીદાર સમાજના રાજકીય ધ્રુવીકરણમાં અગત્યની સંસ્થા તરીકે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ઊભરી આવી હતી. જેને લઇને નરેશ પટેલના રાજીનામાં પાછળ રાજકારણમાં હલચલ ખડી થઇ ગઇ હતી.હાર્દિક પટેલે નરેશ પટેલના રાજીનામાં સંદર્ભે જેમના પર આક્ષેપ લગાવવાયો હતો તે પરેશ ગજેરાએ મીડિયા સમક્ષ હાજર થઇને નરેશ પટેલે રાજીનામું પરત ખેંચ્યું હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે નરેશ પટેલ આજીવન ચેરમેન છે અને પાટીદાર સમાજનું હિત તેમના હૈયે વસેલું છે. અમારા વચ્ચે કોઇ વિવાદ નથી.

ઉલ્લેખનીય છે કે નરેશ પટેલના રાજીનામાં બાદ પાટીદાર વિદ્યાર્થીઓએ પરેશ ગજેરા વિરુદ્ધ નારા લગાવ્યા હતાં. વિદ્યાર્થીઓમાં પરેશ ગજેરા વિરુદ્ધ નારાજગી જોવા મળી હતી.

નરેશ પટેલ હાલ વિદેશમાં છે અને પરત આશે ત્યારે બધું સરખું થઇ જઇને પાટીદાર સમાજના હિત માટે મળીને કામ કરવાની વાત કરવામાં આવી હતી.