ઈઝરાયલના PM નેતન્યાહુ અને મોદીનો અમદાવાદમાં રોડ શો

અમદાવાદ- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહૂ અમદાવાદ આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમની સાથે ગુજરાતના સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ પી કોહલી ડેપ્યુટી સીએમ નિતીન પટેલ, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ પીએમ મોદી અને ઈઝરાયલના પીએમ નેતન્યાહુનો અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમના રૂટ પર રોડ શોનું આયોજન કરાયું છે.

તેમના સ્વાગત માટે રોડ શો દરમિયાન 75 સ્ટેજ તૈયાર કરાયા છે. રોડ શોના રૂટ પર પોલીસનો સઘન બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. બન્ને પીએમને આવકારવા માટે રોડની બન્ને બાજુએ ખુબ મોટી સંખ્યામાં અમદાવાદના નગરજનો ઉમટી પડ્યા હતા.

રોડ શોની હાઈલાઈટ્સ

  • અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો 8 કિલોમીટરનો રોડ શો
  • અમદાવાદ એરપોર્ટ પર નેતન્યાહુના સ્વાગત માટે ગુજરાતની ઝાંખી રજૂ કરતું પર્ફોમન્સ રજૂ કરાયું
  • અમદાવાદ એરપોર્ટપર નેતન્યાહુનું ઢોલ અને શરણાઈના સુર સાથે સ્વાગત
  • બંન્ને મહાનુભાવો રોડ શો કરી ગાંધી આશ્રમ જવા રવાના
  • બંન્ને મહાનુભાવોનું સ્વાગત કરવા અને તેમનું અભિવાદન ઝીલવા રોડની આજુ બાજુ મોટી સંખ્યામાં લોકોની ભીડ
  • સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંન્ને મહાનુભાવોએ ખુલ્લી જીપમાં રોડ શો ન યોજ્યો
  • બંધ કારમાં બંન્ને મહાનુભાવોએ બંધ કારમાં રોડ શો યોજ્યો
  • સુભાષબ્રીજ પાસે પહોંચ્યો બંન્ને મહાનુભાવોનો કાફલો
  • શાળાના બાળકો દ્વારા બંન્ને વડાપ્રધાનોનું સ્વાગત
  • આરટીઓ સર્કલ પહોંચ્યો બંન્ને મહાનુભાવોનો કાફલો
  • નરેન્દ્ર મોદી અને નેતન્યાહુ ગાંધી આશ્રમ પહોંચ્યા
  • બેન્જામીન નેતન્યાહુએ ગાંધી આશ્રમ ખાતે રેંટીયો કાંત્યો
  • મોદી અને નેતન્યાહુએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પીત કરી
  • ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાન મોદી અને નેતન્યાહુએ પતંગ ચગાવ્યો
  • નેતન્યાહુએ વિઝિટર બુકમાં નોંધ કરી
  • બંન્ને મહાનુભાવો ગાંધી આશ્રમથી એરપોર્ટ જવા રવાના
  • વડાપ્રધાન મોદી અને બેન્જામીન નેતન્યાહુ અમદાવાદ એરપોર્ટથી હેલીકોપ્ટર મારફતે બાવળા જવા રવાના
    અમદાવાદમાં બંન્ને મહાનુભાવોના રોડ શોને લઈને ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. અને આ સાથે જ રોડ શોના માર્ગ પર અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક ઝાંખીઓ મુકવામાં આવી છે. અલગઅલગ કલાકારો દ્વારા ભારત દેશના વિવિધ નૃત્યો અને સંસ્કૃતિ અહીંયા રજૂ કરવામાં આવી છે. તો આ સાથે રોડ શોની બંન્ને બાજુ બેરીકેડ્સ પણ લગાવવામાં આવ્યા છે, જેથી જાહેર જનતા બંન્ને વડાપ્રધાનોનું અભિવાદન ઝીલી શકે અને સાથે જ તેમનું સ્વાગત કરી શકે.

બંન્ને મહાનુભાવો આજે એક દિવસ ગુજરાતમાં રોકાશે, જેમાં અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે અને ત્યાર બાદ સાંજે તેઓ દિલ્હી જવા રવાના થશે.