પૂરમાં ભાજપની કામગીરી સાંકળી પીએમે મોરબી હોનારતના ચિત્રલેખાના અહેવાલને ફરી યાદ કર્યો

બનાસકાંઠાઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠાના ભાભરમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. બનાસકાંઠામાં જુલાઇમાં આવેલા પૂર સમયે ભાજપે કરેલી કામગીરીને મોરબીની મચ્છુ હોનારતના ચિત્રલેખામાં છપાયેલી પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી અને આરએસએસના કાર્યકરોની તસવીરનો સંદર્ભ ફરી યાદ કરાવ્યો હતો. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ અનેક મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું મણિશંકર ઐયર પાકિસ્તાનમાં જઈને મીટિંગો કરે છે અને મને હટાવવાની વાતો કરે છે.

મોરબીની હોનારતને લઈને ચિત્રલેખાએ છાપેલા અહેવાલને વડાપ્રધાને ફરીથી યાદ કર્યો.

  • મારે આ વિસ્તારના ખેડૂતોનું માથું ઝૂકીને નમન કરવું છે.
  • સરકારની તિજોરી ખેડૂતો માટે છે
  • હું સીએમ બન્યા પછી બનાસકાંઠામાં ક્રાંતિ લાવ્યો છું. ખુરશી બચે કે ન બચે, મારે ખેડૂતોને બચાવવા છે.
  • સર્જિકલ સ્ટ્રાઈક થયાં પછી પાકિસ્તાનમાં ટ્રકો ભરીને મડદા જતાં હતાં.
  • સર્જિકલ સ્ટ્રાઈક થઈ ત્યારે તમને ભારતના વીરો માટે આદર થતો હતો, તેમાં એક માત્ર કોંગ્રેસ એવી હતી જેમને તકલીફ થઈ હતી. તેઓ પ્રશ્નો પૂછતાં હતાં.
  • પહેલાં લોકો નર્મદાની પરિક્રમા કરવા નીકળતાં હતાં, આજે મા નર્મદા ગુજરાતના ગામેગામ પરિક્રમા કરવા નીકળી છે.
  • ભાજપના નેતાઓ પૂર સમયે રાહત આપી રહ્યાં હતા ત્યારે કોંગ્રેસના નેતાઓ બેંગ્લુરુના રીસોર્ટના સ્વિમિંગ પુલમાં જલસા કરતા હતા
  • જે લોકો ચૂંટણીના વરતારા કરે છે એ લોકો જરા અહીંયાં આવીને ડોકીયું કરે તો ખબર પડે કે 18 મી તારીખે શું થવાનું છે
  • તાપીમાં જ્યારે પૂર આવ્યું ત્યારે હું જાતે સફાઈ કરવા નીકળ્યો હતો
  • ગુજરાતમાં પૂર આવ્યું ત્યારે કોંગ્રેસવાળા જલસા કરતા હતા, તકલીફમાં કામ ન આવે તેવો સગો શું કામનો?
  • ભાજપ જ્યારે લોકોની સેવા કરતું હતું ત્યારે કોંગ્રેસના લોકો સ્વિમિંગ કરતાં હતાં
  • ભાજપ જ્યારે રીલીફ કેમ્પ કરતું હતુ ત્યારે કોંગ્રેસના નેતાઓ રીસોર્ટ કેમ્પ કરી રહ્યાં હતાં
  • એશિયાનો સૌથી મોટો સોલાર કેમ્પ અમે ચારણકામાં બનાવ્યો છે
  • ખેડૂતોને શૂન્ય ટકાના દરે લોન ગુજરાત સરકાર આપશે
  • પાટણ-બનાસકાંઠાની જનતા ભેદ પારખી લે છે
  • કોંગ્રેસને સુધારવા માટે સજા કરવી જરૂરી છે
  • સલામતી ન હોય તો વિકાસ અને પ્રગતિ ધૂળધાણી થઈ જાય
  • આજની નવી પેઢીએ કરફ્યુ જોયો નથી, અમે ગુજરાતની જનતા માટે રાજ્યમાં સલામતીની સ્થાપના કરી છે
  • હું મોતને મુઠ્ઠીમાં લઈને ફરનારો માનવી છું
  • ગુજરાતની જનતા તમામ હિસાબ ચૂક્તે કરી દેશે
  • અમે લોકશાહીથી ચૂંટાઈને આવ્યા છીએ
  • હું મારી ખુરશીની ચિંતા નથી કરતો, હું મારા ખેડૂતોને નમન કરું છું. અને તેમના વિકાસ માટે કાર્ય કરું છું અને કરતો રહીશ
  • મુદ્દો કોંગ્રેસની માનસિકતાનો છે
  • પાટણ હોય કે બનાસકાઠાં હોય, તેના માટે ભાજપ અને કોંગ્રેસ એટલે શું તેનો ભેદ પારખવામાં એક મિનીટ ન લાગે
  • લીંબડાની લીંબોડીઓને ભેગી કરીને તેમાંથી તેલ કાઢવાનું કામ અમે કર્યું અને તેના કારણે યુરિયા વધ્યું
  • પહેલાં કાળા બજારમાંથી યુરિયા લાવવું પડતું હતું, હવે એ દિવસો પૂરા થયાં
  • જે કેમિકલ ફેક્ટરીઓમાં મફતના ભાવે યુરિયા જતું હતુ, એ બધાની દુકાનો અમે બંધ કરી એટલા માટે હવે આ લોકોને મોદી ગમતો નથી
  • તમારા હાથમાં બે લાડવા છે તો ભૂલ કરાય?
  • ગાંધીનગર અને દિલ્હીનો, બંન્ને લાડવા તમારા હાથમાં છે