મસ્કત જતી ફ્લાઈટનું જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ…આ છે કારણ…

0
2087

જામનગરઃ દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત થતી વિગતો અનુસાર એક પ્લેનમાં સવાર એક ભારતીય મુસાફરને અચાનક હાર્ટમાં પ્રોબ્લમ થતા તેની મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને જામનગર એરપોર્ટ પર લેન્ડિંગ કરવી પડી હતી.

ફ્લાઈટ લેન્ડ થતા જ તાત્કાલિક દર્દીને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે જામગરમાં એરફોર્સનો બેઝ છે અને તેનો પ્રથમવાર ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ આ પ્રકારે જ્યારે મેડિકલ ઈમરજન્સી ઉભી થઈ ત્યારે મસ્કતની ફ્લાઈટને જામનગરમાં ઈમરજન્સી લેન્ડ કરવી પડી હતી.