ચોમાસુ 2019: દક્ષિણ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં મેઘ મહેર, 121 તાલુકાઓમાં સારો વરસાદ

ગાંધીનગર- રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ- તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાનાં વાપી તાલુકામાં ૩૫૭ મી.મી. એટલે કે ચૌદ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૩ જિલ્લાઓના ૧૨૧ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧ જુલાઇ ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો નથી. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ૧૧ મી.મી. અને મહેસાણા તાલુકામાં ૪૨ મી.મી. જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ૩૮ મી.મી. અને માલપુરમાં ૩ મી.મી. વરસાદ વરસ્યો હતો. કચ્છ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો.

સૌરાષ્ટ્ર ઝોનના સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ૫૦ મી.મી., લીમડીમાં ૨૬ મી.મી. અને લખતરમાં ૫ મી.મી. અને રાજકોટ જિલ્લાના ગોંડલ અને પડધરીમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. મોરબી, જામનગર,  દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસ્યો નથી. ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ૮ મી.મી., અમરેલી જિલ્લાના લાઠીમાં ૩૦ મી.મી., જાફરાબાદમાં ૧૪ મી.મી. અને લીલીયામાં ૬ મી.મી. જયારે ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકામાં ૫૪ મી.મી., ગારીયાધરમાં તાલુકામાં ૧૯ મી.મી., ઘોઘામાં ૧૬ મી.મી., મહુવા(ભાવનગર)માં ૩૬ મી.મી., શિહોરમાં ૨૩ મી.મી., વલભીપુરમાં ૧૪ મી.મી. અને તળાજામાં ૧૩ મી.મી. તેમજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ૪૩ મી.મી., ગઢડા તથા બોટાદ તાલુકામાં ૫ મી.મી. વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાત ઝોનના ભરૂચનાં આમોદમાં ૫૭ મી.મી., અંકલેશ્વરમાં ૯ મી.મી, ભરૂચ તાલુકામાં ૨૩ મી.મી., જંબુસરમાં ૧૨ મી.મી., હાંસોટમાં ૧૦ મી.મી., વાગરામાં ૧૦ મી.મી. અને ઝગડીયામાં ૫ મી.મી. વરસાદ વરસ્યો હતો.  જ્યારે નર્મદા જિલ્લાના સાગબારામાં ૮ મી.મી. ડેડીયાપાડા અને ગરૂડેશ્વરમાં ૩ મી.મી. વરસાદ વરસ્યો હતો. તાપીના નિઝર, વાલોદ અને દોલવાણ, વ્યારા, કુકરમંડામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડમાં ૩ મી.મી., ઉમરપાડામાં ૫૩ મી.મી. સુરત સીટીમાં ૧૪ મી.મી.,  ચોર્યાસીમાં ૩૮ મી.મી., તથા બારડોલીમાં ૩૩ મી.મી, કામરેજમા; ૧૬ મી.મી., માંગરોળમાં ૭૦ મી.મી. અને પલસાણા તાલુકામાં ૪૫ મી.મી. જેટલો વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં વાંસદામાં ૬ મી.મી. અને ગણદેવીમાં ૫૮ મી.મી., ચીખલી, ૬૦ મી.મી., જલાલપોરમાં ૭૫ મી.મી., નવસારી તાલુકામાં ૨૨ મી.મી. અને ખેરગામમાં આઠ ઇંચથી વધુ એટલે કે ૨૦૫ મી.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. જેમાં ધરમપુર તાલુકામાં ૧૬૪ મી.મી., કપરાડામાં ૧૪૯ મી.મી., પારડીમાં ૨૫૩ મી.મી., ઉમરગામમાં ૩૩૬ મી.મી. અને વાપી ૩૫૭ મી.મી. તથા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૫૦ મી.મી. વરસાદ વરસ્યો હતો.

પૂર્વ મધ્ય ગુજરાત ઝોનના તમામ આઠ જિલ્લાઓ પૈકી અમદાવાદમાં વરસાદે વિરામ લીધો હતો. તે ઉપરાંત આણંદનાં આંકલાવમાં ૨૨ મી.મી, આણંદ તાલુકામાં ૧૬ મી.મી., બોરસદમાં ૧૦૧ મી.મી., ખંભાતમાં ૪૦ મી.મી., સોજીત્રામાં ૬૧ મી.મી., તારાપુરમાં ૨૫ મી.મી., ઉમરેઠમાં ૧૨ મી.મી. અને પેટલાદમાં ૫૬ મી.મી. અને વડોદરા જિલ્લાનાં કરજણમાં ૨૯ મી.મી., પાદરામાં ૨૫, મી.મી., ડભોઇમાં ૪૦ મી.મી., ડેશર અને સાવલીમાં ૮ મી.મી., સિનોરમાં ૧૧ મી.મી., વડોદરામાં ૬૭ મી.મી. અને વાઘોડીયામાં ૧૮ મી.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે ખેડા જિલ્લાના ગલતેશ્વરમાં ૧૨ મી.મી., કઠલાલમાં ૩૩ મી.મી., કપડવંજમાં ૭ મી.મી., ખેડામાં ૨૦ મી.મી. અને મહુધામાં ૩૫ મી.મી. અને ઠાસરામાં ૧૧ મી.મી. જ્યારે પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકામાં ૮ મી.મી., ઘોઘંબામાં ૩૪ મી.મી., ગોધરામાં ૩૯ મી.મી., હાલોલમાં ૨૦, જાંબુધોડામાં ૭૪ મી.મી., કાલોલમાં ૨૦ મી.મી. અને શહેરામાં ૩૨ મી.મી. વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લાના લીમખેડામાં ૬૪ મી.મી., સીંગવાડમાં ૩૬ મી.મી., ઝાલોદ અને દેવગઢ બારીયામાં ૧૪ મી.મી., અને ધાનપુર, ફતેપુરા, ગરબાડા તથા સંજેલી તાલુકામાં ૧૦ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ૪ મી.મી., કવાંટમાં ૫ મી.મી., છોટાઉદેપુરમાં ૩૯ મી.મી., જેતપુર-પાવીમાં ૭૦ મી.મી. અને સંખેડા તાલુકામાં ૪૮ મી.મી., બોડેલીમાં ૪૦ મી.મી. વરસાદ વરસ્યો હતો. આમ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૨૩ જિલ્લાઓના ૧૨૧ તાલુકાઓમાં સામાન્ય ઝરમરથી ચૌદ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.