ધારાસભ્ય નીમા આચાર્ય સહિત ત્રણને મારામારીના કેસમાં એક વર્ષની કેદ

0
2519

મોરબી– ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે થયેલી મારામારીના કેસમાં આજે સોમવારે મોરબી કોર્ટ દ્વારા ભાજ૫ના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, કચ્છના ભાજ૫ના ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિત ત્રણને એક વર્ષની સજા ફટકારી છે. અને રૂપિયા બે હજારનો દંડ ફટકાર્યો છે. સજાની આ સુનાવણીને ૫ગલે રાજકીય વર્તુળોમાં સારી એવી ચર્ચા જાગી છે.વર્ષ 2009માં ચૂંટણી સમયે થયેલી મારામારીની એક ઘટનાનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ આચારસંહિતા ભંગના કેસમાં કોર્ટ દ્વારા ધારાસભ્ય નીમાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ મનોજ ૫નારાને દોષિત જાહેર કર્યા છે, અને એક વર્ષની કેદની સજા તથા રૂ.બે હજારનો દંડ ફટકારતો ચૂકાદો જાહેર કર્યો છે.