500 સિનેમાઘરોમાં એકસાથે ગુજરાતી કોમેડી ફિલ્મ ‘મિડનાઇટ વિથ મેનકા’…

અમદાવાદ- ગુજરાતી ફિલ્મ પ્રોડ્યૂસર રશ્મિન મજીઠીયા સાથે ફિલ્મ ‘મિડનાઇટ વીથ મેનકા’ના કલાકારોએ અમદાવાદની મુલાકાત લીધી હતી. “હમીર” અને “બેસ્ટ ઓફ લક લાલુ ” જેવી સફળ ફિલ્મો પછી છેલ્લા દશકાથી ગુજરાતી ફિલ્મોમાં વધેલી લોકપ્રિયતામાં દરેક વખતે ફિલ્મમાં કંઈક નવું આપવાના પ્રયત્નોથી એક નવો વળાંક લાવવામાં આવ્યો છે.

આ વખતે કોકોનટ મોશન પિક્ચર્સે  એક નવા વિષયને લઈને જેને વાસ્તવિક સ્ટારની નકલી બાયોપિક તરીકે ઓળખવામાં આવે છે તેવી “મીડનાઈટ વીથ મેનકા” ગુજરાતી કોમેડી ફિલ્મ 7મી ડિસેમ્બરનાં 0રોજ એક સાથે અમદાવાદ સહીત ગુજરાતના સિનેમાઘરોમાં રજૂ થશે.

છેલ્લા એક દશકથી ગુજરાતી ફિલ્મોમાં વધી રહેલી લોકપ્રિયતામાં વધારો કરવાના ઉદેશ્યથી  કોકોનટ મોશન પિક્ચર્સેની વધુ એક ગુજરાતી કોમેડી ફિલ્મ “મીડનાઈટ વીથ મેનકા”  ગુજરાતીઓના લોકચાહિતા કલાકારો સાથે રાજ્યભરના સિનેમાઘરોમાં રજૂ થશે.

આજે અમદાવાદ ખાતે ફિલ્મ પ્રોડ્યૂસર રશ્મિન મજીઠીયા તેમજ તેમની ટીમના ગુજરાતી ફિલ્મોના કલાકારો જેમ કે મલ્હાર ઠાકર તેમજ ઈશા કંસારા સાથે હાર્દિક સંઘાણી અને વિનિતા મહેશ (જોશી) ફિલ્મના પ્રમોશનના ભાગ રૂપે મીડિયા સાથે જોડાયા હતા. વિરલ શાહ દ્વારા દિગ્દર્શિત અને મ્યુઝિક ડાયરેક્ટર અમ્બ્રેશ શ્રોફ દ્વારા કમ્પોઝ કરાયેલ ” અય એમ ધ સુપરસ્ટાર ” જેવા સંગીતમય ગીતો શ્રોતાઓને તેમજ પ્રક્ષકોને પસંદ પડશે.

બોલીવુડના ટેક્નિશિયનોની જહેમતથી મોટા બજેટની તૈયાર થયેલી આ ફિલ્મ “મીડનાઈટ વીથ મેનકા”  પહેલા જ દિવસે ગુજરાતભરના લગભગ 500 જેટલા સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવશે. જીવનમાં આવતા પરિવર્તનનું આંકલન બેખૂબી પૂર્વક આ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તેથીજ આ ફિલ્મ સંપૂર્ણ ફેમેલી ફિલ્મ તથા મનોરંજન આપનાર બની રહેશે.