બોરવેલમાં પડી બાળકી, બહુચરાજીના નાવીયા ગામની ઘટના

બહુચરાજી: ખુલ્લાં પડેલાં બોરવેલમાં રમતાં રમતાં બાળકો પડી જવાના કિસ્સામાં બહુચરાજીની આ ઘટના થોડી જુદી છે. કારણ કે નાવીયા ગામમાં એક બોરવેલમાં પડેલી બાળકી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પડી ગઇ હતી.આ બાળકી રમી રહી હતી તે દરમિયાન બોરવેલમાં પડી ગઈ હતી અને 20 ફૂટ ઊંડે ફસાઈ ગઈ હતી. રેસ્ક્યૂ ટીમે બાજુમાં 20 ફૂટ ઊંડો ખાડો કરીને બાળકીને બચાવી હતી અને બોરવેલમાંથી બહાર કાઢી હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવી છે. જ્યાં બાળકીની તબિયત સ્થિર હોવાનું જણાવાયું હતું.

મહેસાણા  જિલ્લાના બહુચરાજીમાં એક બાળકી બોરવેલમાં પડી  ગઈ હતી. સદભાગ્યે બોરવેલમાં પડી ગયેલી બાળકીને  રેસ્ક્યૂ કરી લેવામાં આવી છે. આ ઘટના બહુચરાજીના હંસલપુર અને નાવીયા ગામ વચ્ચે બની હતી.
આ સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. કારણ કે આ બોરવેલને ખુલ્લો રાખવામાં આવ્યો હતો.