બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે મણિનગર રેલવે સ્ટેશનને તોડાશે

0
1201

અમદાવાદઃ મણિનગર રેલવે સ્ટેશન હવે અમદાવાદનો ઈતિહાસ બની જશે. બુલેટ ટ્રેનના રૂટમાં મણિનગર રેલવે સ્ટેશન આવતું હોવાથી મણિનગર રેલવે સ્ટેશનને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મણિનગર રેલવે સ્ટેશનની જગ્યા પર બુલેટ ટ્રેનના કોરિડોર પિલ્લર બનશે. જો કે મણિનગર રેલવે સ્ટેશનને અન્ય સ્થળે ખસેડાશે.

રેલ્વે સ્ટેશન ખસેડવા રેલ કોર્પોરેશન તેમની ડિઝાઇન પણ રેલ્વેને સુપરત કરશે. મણિનગરનું રેલ્વે સ્ટેશન તૂટતા નવું રેલ્વે સ્ટેશનને બનાવવા માટે કેન્દ્રીય રેલ મંત્રાલય દ્વારા અલગથી બજેટ ફાળવવમાં આવશે.

મહત્વનું છે કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. પ્રસ્તાવિત કોરિડોરનું કામ મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સથી શરૂ થઈને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર પૂર્ણ થશે. બુલેટ ટ્રેન મુંબઈ અને સાબરમતી વચ્ચેના દરેક સ્ટેશન પર ઉભી રહેશે.

અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશનને 24 કોચની ટ્રેન ઉભી રહે તેવી ક્ષમતાવાળું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. ટ્રેન અમદાવાદથી મુંબઇ વચ્ચેનું 508 કિ.મીનું અંતર અઢી કલાકમાં કાપશે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ કોસ્ટ અંદાજીત 125 કરોડની આસપાસ છે. સરકારનું આગામી વર્ષ 2022 સુધીમાં આ ટ્રેનને દોડાવવાનું આયોજન કર્યું છે. બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થઇ જશે ત્યારે સામાન્ય માણસને ઘણા ફાયદો મળશે. બુલેટ ટ્રેનનું ભાડું 2500થી 3000ની આસપાસ રહેશે. આ ટ્રેનમાં એક ટ્રીપમાં 700 પેસેન્જરની ક્ષમતા રહેશે.