ભરુચ-વાગરાના 44 ગામોમાં આ કારણે સર્જાયો મોટો રોજગાર

0
1521

ગાંધીનગર– કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાના હવાલે મળતી માહિતી પ્રમાણે ભરુચ જિલ્લાના ભરુચ અને વાગરા તાલુકાના 44 ગામમાં પીસીપીઆઈઆરના અમલના કારણે રોજગારીની વિશાળ તક ખડી થઇ છે.કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના PC-PIR- પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇનસ્વેસ્ટમેન્ટ રીજન-દહેજના કારણે આમ બની રહ્યું છે. માંડવીયાએ જણાવ્યું કે સરકાર દ્વારા ઝડપી વિકાસના તમામ પગલાં ભરાઇ રહ્યાં છે. PC-PIR  પ્રોત્સાહનના કારણે 2018-19માં 25,163 કરોડનું મૂડીરોકાણ આકર્ષી શકાયું છે. જેમાં અગ્રણી ઉદ્યોગગૃહોએ મોટું રોકાણ કરેલું છે.

આ રોકાણના પગલે ભરુચ અને વાગરા તાલુકાના 44 ગામોમાં 45,300 હેક્ટરમાં બનેલાં PC-PIR ના કારણે વિસ્તારમાં મોટી રોજગારીની તકો ઊભી થઇ છે. વર્ષ 2017-18માં 4,962 કરોડની કીમતનું પોલિમર, તેમ જ 870 કરોડની કીમતના કેમિકલ્સનું વેચાણ કરવામાં આવ્યું છે. આમ, ભવિષ્યમાં પણ PC-PIR મોટું હૂંડિયામણ કમાવી આપવા મહત્ત્વની  ભૂમિકા ભજવશે.