મારા જીવનમાંથી ભાજપને કાઢી નાખો તો હું શૂન્ય છું: અમિત શાહ

અમદાવાદ- બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આજે અમદાવાદામાં ચાર કિમીનો ભવ્ય રોડ શો યોજાયો. નારાણપુરા વિધાનસભામાં સરદાર પટેલ સ્ટેચ્યુથી શરુ કરી ઘાટલોડીયા વિધાનસભાના પાટીદાર ચોક સુધી આ રોડ શો યોજવામાં આવ્યો. પાર્ટીએ આ રોડ શોનું આયોજન કરીને સીધો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે અમિત શાહ અંગે પાટીદારોમાં કોઇ રોષ નથી. એટલા માટે જ રોડ શોનો રૂટ માટે પાટીદારોના પ્રભુત્વ ધરાવતા વિસ્તારને પસંદ કરવામાં આવ્યા હતાં. મહત્વનું છે કે, રાજ્યસભામાં જતાં પહેલા અમિત શાહ નારણપુરાના ધારાસભ્ય પણ હતાં, જ્યારે ઘાટલોડીયાના ધારાસભ્ય તરીકે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ હતાં.

અમિત શાહે લોકોને સંબોધતા કહ્યું કે આજ ગાંધીનગર લોકસભાન બેઠકથી ઉમેદવારનું નામાંકન કરવા જઈ રહ્યો છે. મને જુના દિવસો યાદ આવે છે. એક બુથના અધ્યક્ષ તરીકે કામ કરતો હતો અને અત્યારે ત્યાંથી સૌથી મોટી પાર્ટીનો અધ્યક્ષ છુ. હું બધાને કહેવા માંગુ છુ કે મારા જીવનમાંથી ભાજપને કાઢી નાંખો તો મારી પાસે કઈ બચતું નથી. મારી પાસે ઝીરો બચશે. ભાજપ સિવાય હું કઈ નથી. પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે.

 

આજે હું રાજ્યસભાનો સદસ્ય છે. હું જનતાની વચ્ચે રહેવા વાળો વ્યક્તિ છુ એટલે પાર્ટીએ મને ટીકીટ આપી. આ ચુંટણી એક જ મુદ્દા પર લડશે કે દેશનું નેતૃત્વ કોણ કરશે. આ સમયે દેશમાંથી દેશના નેતૃત્વ માટે આખા દેશમાંથી એક જ અવાજ આવે છે મોદી મોદીનો અવાજ.

આજે એકજ પ્રશ્ન છે કે દેશની સુરક્ષા કોણ કરશે. આ દેશને સુરક્ષા એક જ પાર્ટી અને પીએમ દઈ શકે છે તે છે મોદી અને ભાજપ પાર્ટી. હું જનતાને અપીલ કરું છુ કે ગુજરાતની 26 સીટો મોદીને આપી દો. ગાંધીનગરનો વિકાસ એ ભાજપના કાર્યકર્તાઓનું કમીટમેન્ટ છે.ગાંધીનગર આજે દેશના વિકસિત શહેરો માનું એક શહેર છે.

રાજનાથસિંહે નિવેદન આપતા કહ્યું કે અમિત શાહ બહુમત પ્રચંડ મતો સાથે જીતશે. અમિત શાહ માટે હું અમદાવાદ આવ્યો છુ. વડાપ્રધાન મોદી દેશની શાન છે. અમિત શાહને રાજનાથસિંહે અડવાનીના ઉતરાધિકારી ગણાવ્યા. રાજનાથિ સિંહેએ કહ્યું કે ૨૦૧૪ માં ગૈર કોંગ્રેસી સરકાર બની હતી. પીએમ મોદીએ ભારતનું નામ ઊંચું કર્યું છે. ભારત આર્થીક રીતે મજબુત બન્યો છે.રાહુલ ગાંધી પીએમ મોદી માટે અપશબ્દો વાપરે છે. આપણે એવી પાર્ટીને પાઠ ભણાવવો જોઈએ. જે કામ હું ના કરી શક્યો તે કામ અમિત શાહે કરી બતાવ્યું છે.

રામ વિલાસ પાસવાને નિવેદન આપતા કહ્યું કે અમિત શાહ દેશના મહાન નેતા છે.ગુજરાતના મતદાતાઓ જીત અપાવશે. ૨૦૧૪ કરતા વધારે બેઠકો અમે આ વર્ષે જીતશું. અમે એક થઈને આગળ વધીશું. અમારી સરકાર ગરીબોની સરકાર છે. ૨૦૧૯ માટે વડાપ્રધાન માટેને કોઈ વેકેન્સી નથી. આખા દેશમાં કોંગ્રેસનું નામોનિશાન નથી. ભાજપે આપેલા તમામ વાયદાઓ પુરા કરવામાં આવ્યા છે. દેશમાં માત્ર વિકાસના મંત્રની જીત છે.

તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ