પશ્ચિમ રેલવેના વટવા ડીઝલ શેડમાં કબાડમાંથી બનાવવામાં આવી જીવંત પ્રતિકૃતિઓ

અમદાવાદ- રેલવ પ્રધાન પીયૂષ ગોયલની આગેવાની હેઠળ પશ્ચિમ રેવવેના વટવા ડીઝલ શેડમાં રેલવે કર્મચારીઓની મહેનત, અને નિષ્ઠાથી કબાડમાં પડેલી નકામી વસ્તુઓને એવી રીતે શણગારવામાં આવી છે કે, તેમાંથી જીવંત પ્રતિકૃતિઓ બની ગઈ છે.ડિવિઝન રેલવે મેનેજર દિનેશકુમારે જણાવ્યું કે, અમારા વિભાગમાં પ્રતિભાની કોઈ કમી નથી. નિષ્ઠા અને મહેનત તેમજ થોડા માર્ગદર્શન થકી તેઓની પ્રતિભા તથા હુનરને સુશોભિત કરી શકાય છે.વટવા શેડમાં નકામા પડેલા સ્ક્રેપમાંથી રેલવે કર્મચારીઓએ સામાજિક સંદેશ આપતી પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં ગણેશ, મ્યુઝિક ઈન્સ્ટુમેન્ટ વાગતી કૃતિ, મરઘા અને કુતરાની કૃતિઓ બનાવવામાં આવી છે. આ કૃતિઓને ડિવિઝનના સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવશે.આ ઉપરાંત રેલવે ડિવિઝનના અન્ય વિભાગોને પણ અપીલ કરી છે કે, પોતાના કર્મચારીઓની કળા, સમજ અને મહેનતને વધુ નિખારવામાં સહયોગ કરે.