બાળકો બન્યાં શેફ અને બનાવી વિવિધ વાનગીઓ…

અમદાવાદઃ અમદાવાદની કોર્ટયાર્ડ મેરિયોટ્ટ ખાતે લિટલ શેફ વર્કશોપમાં બાળકોએ શેફની હેટ પહેરીને સ્વાદિષ્ટ ચોકલેટ બનાવવાની મજા માણી હતી.શેફની હેટ અને કોટ પહેરેલા નાના બાળકોએ મે 1 થી7 દરમ્યાન ચાલનારા કૂકિંગ વર્કશોપમાં પોતાની રસોઈ કળા દર્શાવી હતી. આવર્કશોપનું આયોજન ખાસ બાળકો માટે ઉનાળાની રજાઓ દરમ્યાન કરાયું છે. જ્યાં બાળકો સેન્ડવીચ ,પાસ્તા ,પીઝા ,સમરકુલન્ટસ અને મેક્સિકન વેરાયટી બનાવતા શીખશે.