વાદળો વઘઈમાં 6.5 ઇંચ વરસી પડ્યાં, 52 તાલુકામાં વરસાદ

ગાંધીનગર- રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લાં ચોવીસ કલાકમાં 52 તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ વરસાવ્યો છે. જેમાં ડાંગના વધઈ તાલુકામાં ૧૬૪ મી.મી. એટલેકે છ ઈંચ તથા વ્યારામાં ૧૩૭મી.મી. અને વાલોડમાં ૧૩૩ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ૫ ઈંચ અને ડોલવણ તાલુકામાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ આજે તા.૨૧-૮-૧૮ સવારે ૭.૦૦ કલાક સુધીમાં મહુવા તાલુકામાં ૯૭ મી.મી, બારડોલીમાં ૯૪ મી.મી., સોનગઢમાં ૮૬ મી.મી, ચોર્યાસીમાં ૮૨ મી.મી., કપરાડામાં ૭૭મી.મી અને પલસાણામાં ૭૩ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં ત્રણ ઈંચ થી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાત રાજયના ઉમરપાડા, સુબીર, નવસારી, સુરત શહેર, ધરમપુર, વાંસદા, ડાંગ, બોરસદ, નેત્રંગ, વાગરા, જેતપુર પાવી અને ગરબાડા મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઈંચ અને અન્ય ૨૯ તાલુકાઓમાં એક ઈંચengkeથી વધુ વરસાદ વરસ્યો છે.