ચંદ્ર ગ્રહણનો નજારો માણતાં લોકોને નડ્યું “વાદળોનું ગ્રહણ”

પૃથ્વી પરથી આકાશ કેટલાક અવનવા દ્રશ્યો જોવા મળે છે. ગ્રહણની અવકાશી ઘટના કેટલાક લોકો ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં જોવાનું ટાળે છે. પણ, વિજ્ઞાનમાં રસ રાખનાર લોકો સાઘનો સાથે સ્થળ પર અવશ્ય પહોંચી જાય.જુલાઈ  27ની રાત્રે ખગોળ વિજ્ઞાનના રસિકો નરી આંખે આખુંય ચંદ્ર ગ્રહણ દેખાશે એમ આકાશમાં જોતા રહ્યા. પરંતુ ગુજરાતના કેટલાક ભાગમાં ગ્રહણનો નજારો એકાદ કલાક જ જોવા મળ્યો. કારણ, આ દુર્લભ નજારો માણતા લોકો વચ્ચે વાદળોનું ગ્રહણ આવી ગયું. નરી આંખે જેટલું દેખાયુ એની મજા માણી હતી.

વારે રાત્રે 11.54 વાગે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં છુપાઈ ગયો. ચંદ્રને 104 વર્ષ બાદ સૌથી મોટું ગ્રહણ લાગ્યું. લગભગ 3 કલાક 54 મિનિટ અને 33 સેકન્ડ સુધી ચંદ્રગ્રહણ ચાલ્યું. શનિવારે વહેલી સવારે 3.49 વાગે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચેથી પૃથ્વી હટી ત્યારે ચંદ્ર પરથી ગ્રહણ પણ હટ્યું. આ દરમિયાન 1 કલાક 43 મિનિટ સુધી પુર્ણ ચંદ્રગ્રહણ રહ્યું એટલે કે ચંદ્ર બિલકુલ દેખાયો નહીં. 2 વાગે થોડી સેકન્ડ માટે ચંદ્ર લાલ થયો એટલે કે બ્લડમૂન.દેશમાં અનેક સ્થળે વાદળને કારણે જોવા મળ્યું નહોતું.

બ્લડમૂન અર્થાત લાલ રંગનો ચંદ્ર. સામાન્ય રીતે જોવા જઈએ તો ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વિના પડછાયામાં ચંદ્ર આવી જાય એટલે તે કાળા રંગનો દેખાય છે પરંતુ કેટલિક વિષેષ પરિસ્થિતીઓં ચંદ્રનો રંગ થોડા સમય માટે લાલ થઈ જાય છે અને તેને બ્લડમૂન કહે છે. સૂર્યના કિરણો ધરતી પરથી પરાવર્તિત થઈને ચંદ્ર પર પડે છે અનમે તેના કારણે ચંદ્ર લાલ દેખાય છે.

 

તસવીર  અહેવાલ  પ્રજ્ઞેશ વ્યાસ