બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે ફોરલેન માટે જમીન સંપાદન કાર્યવાહી શરુ, વાંધો હોય તો….

અમદાવાદ- ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે 754 ક કિમી 0થી 130 માટે સંપાદન કરાનારી સંરચના રહિત અથવા સંરચના સહિનની જમીન અંગે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે 754 ક કિમી 0થી 130 (પ્રાંત ઓફિસ, થરાદ) સુધીના હાઈવેને ફોર લેન બનાવવા વગેરે કામ માટે જે જમીન અપેક્ષિત છે, તે જમીનનું સંપાદન કરવાની માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા ઘોષણા કરવામાં આવી છે.પ્રતીકાત્મક તસવીર

કોઈ પણ વ્યક્તિ જે ઉપરોક્ત જમીન સાથે હિતબદ્ધ હોય તે ઉક્ત અધિનિયમની કલમ 3 સીની પેટા કલમ (1)ને અંતર્ગત પૂર્વોક્ત પ્રયોજનને માટે આવી જમીનના ઉપયોગ અર્થે જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી 21 દિવસમાં પોતાની વાંધા અરજી રજૂ કરી શકે છે.

આ વાંધા અરજી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ, થરાદને લેખિતરૂપે પ્રસ્તુત કરવાની રહેશે, અને તેના આધારે સક્ષમ પ્રાધિકારી વાંધાકર્તાને વ્યક્તિગતરૂપે અથવા કોઈ કાનૂની સલાહકાર દ્વારા સાંભળવાની તક આપવામાં આવશે તથા આવા વાંધાઓની સુનાવણી બાદ અને તેની તપાસ કર્યા બાદ જે કાઈ હોય, સક્ષમ અધિકારી જે જરૂરી સમજે તે, હુકમ દ્વારા તે વાંધાઓ મંજૂર કે નામંજૂર કરી શકાશે.

ઉપરોક્ત અધિનિયમની કલમ 3 (સી)ની પેટા કલમ (2)ની જોગવાઈ મુજબ સક્ષમ પ્રાધિકારી દ્વારા કરાયેલ કોઈપણ હુકમ આખરી રહેશે.