સૂરતઃ દીકરી સાથે દુષ્કર્મ થયું હોવાની પરિવારને શંકા, પોલીસ પર ઢાંકપિછોડાનો આરોપ

સૂરતઃ શહેરમાં શાળા નંબર 302માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું અપહરણ થવાની ઘટના શુક્રવારે પ્રકાશમાં આવી હતી. આ સંદર્ભે પોલીસે અકસ્માતનો કેસ નોંધ્યો હતો. આ મામલે પરિવારનો આક્ષેપ છે કે દીકરી પર દુષ્કર્મ થયું છે અને પોલીસ ઢાંકપિછોડો કરી રહી છે.

આ વિદ્યાર્થી શાળા નંબર 302માં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીનીનું અપહરણ કરી તેને ઓલપાડ ખાતે લઈ જવામાં આવી છે. ત્યારે બાળકીના પરિજનોએ દુષ્કર્મ થયાનો પણ આરોપ લગાવ્યો છે.

સમગ્ર મામલે ઓલપાડ પોલીસે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓએ સામે સામાન્ય કલમ લગાડીને આરોપીને જામીન મળ્યાં છે. સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિદ્યાર્થિનીનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ વિદ્યાર્થિની લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. પરિવારજનોને તેને સારવાર માટે ખસેડતા તે ગંભીર હાલતમાં છે અને હાલ કોમામાં જતી રહી છે.

જ્યારે બીજી તરફ ઓલપાડ પોલીસે બે આરોપીની અટકાયત કરી હતી. પરંતુ સામાન્ય કલમ લગાડી બંને આરોપીઓને જામીન આપી દેવાયા છે. વિદ્યાર્થિનીની હાલત જોતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ છે અને વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરાયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.