કેન્સવીલે જૂનિયર PRO AM 2018 ટુર્નામેન્ટનું આયોજન

અમદાવાદઃ કેન્સવીલે જૂનિયર PRO AM 2018 ટુર્નામેન્ટનું આયોજન કેન્સવીલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી  કલબ ખાતે કરવામાં આવ્યું હતું.  આ અનોખી ટુર્નામેન્ટમાં એમેચ્યોર ગોલ્ફર્સને અમદાવાદના અગ્રણી પ્રોફેશનલ ખેલાડીઓ સાથે રમવાની તક મળી હતી. આ ટુર્નામેન્ટમાં 10 ટીમ જોડી તરીકે જોડાઈ હતી. દરેક ટીમમાં એક પ્રોફેશનલ અને એક જૂનિયરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રોફેશનલ ખેલાડીઓ અને જૂનિયર્સ બંને માટે આ એક નવો જ અનુભવ હતો. એમેચ્યોર ખેલાડીઓમાં પ્રોફેશનલ ખેલાડી સાથે રમવાનો અને પોતાના મેન્ટર પાર્ટનર પાસેથી શીખવાનો રોમાંચ હતો.

પ્રોફેશનલ ઈશાન ચૌહણ અને એમેચ્યોર અંશ જોબનપુત્રાની જોડીએ અપવાદરૂપ ગોલ્ફીંગ કૌશલ્ય તો જાળવ્યું જ પણ સાથે સાથે 62 પોઈન્ટ નોંધાવીને વિજેતા ટ્રોફી પણ જીતી લીધી. પ્રોફેશનલ પ્લેયર રવિન્દર તાવેલ અને એમેચ્યોર પ્લેયર સુહાન શાહની જોડીએ 61 પોઈન્ટ કરીને રનર્સ અપ ટ્રોફી હાંસલ કરી હતી. આ સીવાય પ્રોફેશનલ અર્શપ્રિત થીંડ અને એમેચ્યોર દેવવ્રત સિંઘ રાજાવતની જોડીએ 55 પોઈન્ટ સ્કોર કર્યા હતા અને સેકન્ડ રનર્સ અપનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.  ત્રીજા રનર્સ અપનું  ઈનામ પ્રોફેશનલ ખેલાડી અનિરૂધ અને એમેચ્યોર ખેલાડી નીવ પટેલને પ્રાપ્ત થયું હતું તેમણે 54 પોઈન્ટ નોંધાવ્યા હતા.