અમદાવાદના દિવ્યાંગ કારીગરોએ તૈયાર કરેલી જ્વેલરીએ દિલ્હીમાં ધૂમ મચાવી…

અમદાવાદ- દરેક નાનામોટા શહેરમાં અનેક પ્રકારના પ્રદર્શનો ભરાતાં હોય છે. જેમાં અનેક કારીગરો પોતાની વિવિધ પ્રકારની કળા પ્રદર્શિત કરતાં હોય છે, તો કેટલાક વિવિધ ક્ષેત્રની જાણકારી આપતાં પ્રદર્શન યોજાતાં  હોય છે. પરંતુ કેટલાક પ્રદર્શન વિશિષ્ટ હોય છે, કારણ એ સ્પેશિયલ લોકોએ પોતાના હુન્નર દ્વારા તૈયાર કરી પ્રદર્શન સાથે વેચાણમાં મૂકેલાં હોય છે.હા, અહીં વાત થઇ રહી છે..અપંગ માનવ મંડળના દિવ્યાંગ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજવસ્તુઓના પ્રદર્શન અંગે…..મનદીપ જે શરીરે સંપૂર્ણ પણ વિકલાંગ છે., જેણે અમદાવાદની અપંગ માનવમંડળમાં જ તાલીમ લીધી છે એ હાલ અન્ય લોકોને પણ તૈયાર કરી કળાત્મક ચીજો બનાવી રહ્યો છે.મનદીપ સાથે આ સંસ્થા જોડે સંકળાયેલા લોકોએ તૈયાર કરેલી  કાપડની જ્વેલરી ભારતભરમાં ખૂબ જ વખણાવવા લાગી છે. તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજાયેલા એક વિશાળ પ્રદર્શન-વેચાણ મેળામાં અપંગ માનવમંડળમાં તૈયાર થયેલી ટેક્સટાઇલ જ્વેલરીનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું.60 વર્ષથી દિવ્યાગોના ઉત્થાન માટે ચાલતી અપંગ માનવમંડળ સંસ્થાનું  મદન મોહન રમણલાલ ફેશન ટેકનોલોજી સેન્ટર…કાપડમાંથી આધુનિક જ્વેલરી બનાવવામાં નિષ્ણાત લોકો તૈયાર કરે છે. અહીં તૈયાર થતી ચીજવસ્તુઓ દેશવિદેશમાં વખણાય છે.

તસવીર- અહેવાલ—પ્રજ્ઞેશ વ્યાસ