જામનગરમાં જગુઆર પ્લેન ફરીથી ક્રેશ થયું, પાયલોટને સામાન્ય ઈજા

0
1681

જામનગર- જામનગરની સરમત રેન્જમાં જગુઆર પ્લેન ફરીથી ક્રેશ થયાની ઘટના બની છે. જેમાં પાયલોટને સામાન્ય ઈજા થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્લેનમાં યાંત્રિક ખામી સર્જાતા ઉડાન ભરતી વખતે જ ક્રેશ થયું હતું.આ સપ્તાહમાં જ બીજુ પ્લેન ક્રેશ થયું છે, જેને પગલે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપી દેવાયા છે. આ અગાઉ મુન્દ્રા પાસે એરફોર્સનું જગુઆર પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાયલોટ સંજય ચૌહાણ શહીદ થયા હતા. તેન પ્લેન ક્રેશની તપાસ કરવાનો પણ આદેશ કરાયો હતો. તે પ્લેનનું બ્લેકબોક્ષ મળી આવ્યું છે, જેથી તેનું સાચુ કારણ જાણવા મળશે.