સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં લખ્યું છે કે રામે સીતાનું અપહરણ કર્યું હતું…

અમદાવાદ– ધોરણ 12ના સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાં મોટી ભૂલ સામે આવી છે, આ ભૂલ જો નાનો બાળક વાંચે  તો તે પણ આ ભૂલને પકડી શકે તેમ છે. ધોરણ 12ના સંસ્કૃતના પાઠ્યપુસ્તકના પ્રિન્ટીંગમાં ભૂલ ગઈ, પણ પ્રૂફ રીડિંગમાં પણ આવી મોટી ભૂલ પકડાઈ નહીં, તે એક પ્રશ્ન પૂછાઈ રહ્યો છે.

સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં સીતાનું અપહરણ કરનારનું નામ રાવણ નહીં… રામ દર્શાવ્યું છે. અધિકારીઓએ તેને ખોટો અનુવાદ કરવાનું બહાનું બતાવ્યું છે.પુસ્તક ઈન્ટ્રોડક્શન ટુ સંસ્કૃત લિટરેચરના પાનાં નંબર 106 પર લખ્યું છે કે અહીંયા કવિએ પોતાના મૌલિક સોચ અને વિચારથી રામના ચરિત્રની ખૂબ સુંદર રજૂઆત કરી છે. રામ દ્વારા સીતાનું અપહરણ કર્યા પછી લક્ષ્મણ દ્વારા રામને અપાયેલ સંદેશ દિલને સ્પર્શી જાય તેવું વર્ણન કરાયું છે. આપને બતાવી દઈએ કે અહીંયા રામની જગ્યાએ રાવણ લખવું જોઈએ.

ગુજરાતી પાઠ્યપુસ્તકમાં છપાયેલ કાલિદાસના કાવ્ય રઘુવંશમમાં આ વાત સાચી છપાઈ છે. પણ પાછળથી ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ ટેક્સબુક્સના અધિકારીએ આ ભૂલનો સ્વીકાર કરી લીધો છે, આને અનુવાદની ભૂલ ગણાવી છે.