સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માગવામાં ડર રાખવાની જરૂર નહીંઃ હાઇકોર્ટ

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.જેમાં સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માંગવામાં ડર રાખવાની જરૂર ન હોવાનું હાઇકોર્ટે જણાંવ્યુ છે. આ સાથે હાઇકોર્ટે કહ્યું છે કે સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો સરકારી કર્મચારીઓને અધિકાર છે.

હાઇકોર્ટે જણાવ્યુ છે કે યોગ્ય રીતે વાંધા રજૂ કરનાર કે સરકાર સામે અવાજ ઉઠાવનારાઓને સરકાર દંડી શકે નહીં. ભારતના બંધારણે આપેલા અધિકારો સર્વોપરી છે. સરકાર સામે અવાજ ઉઠાવનાર સામે શિસ્ત ભંગની કાર્યવાહી કરવી યોગ્ય નથી.

સરકારમાં સિનિયર સાયન્ટિસ્ટના પદ પર રહેલા એક અધિકારીએ પ્રજાની તિજોરીને નુકસાન પહોંચે તે પ્રકારના વ્યવહારો અંગે માહિતી માંગી હતી. જે સરકારી અધિકારીનેના શોભે તેવા વર્તનના ચાર્જ સાથે અરજદાર પર શિસ્તભંગની કાર્યવાહી થઇ હતી. ત્યારે સરકારના આ નિર્ણયને હાઇકોર્ટે રદ કર્યો છે.