અહેવાલનો પડઘોઃ બુરવડની શાળામાં 15 દિવસમાં ઓરડા બનાવવા શરુ થશે

0
1620

કપરાડા– વલસાડ જિલ્લાની કપરાડા તાલુકાના બુરવડ ગામમાં પ્રાથમિક શાળાના 411 વિદ્યાર્થીઓની કઠણાઇની વાત અમારા 10 માર્ચના અહેવાલ દ્વારા પ્રશાસન સુધી લઇ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સદભાગ્યે સરકારે વિદ્યાર્થીઓની હાલત અંગે સંજ્ઞાન લીધું છે અને બુરવડ પ્રાથમિક શાળામાં ઓરડા બનાવવા 15 દિવસમાં કાર્યવાહી શરુ થવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.વિગત પ્રમાણે બુરવડની પ્રાથમિક શાળાના 411 વિદ્યાર્થીઓ ૨૦૦૬થી  કાચા મકાન, પતરાના શેડ નીચે અને ચર્ચના ઓટલે બેસી અભ્યાસ કરી રહ્યાં છે તેના સતસવીર અહેવાલની વન અને આદિજાતિપ્રધાન રમણભાઇ પાટકરે નોંધ લીધી હતી અને તેમણે જણાવ્યું હતું કે બે ત્રણ દિવસમાં તેઓ જાતે બુરવડ પ્રાથમિક શાળાની મુલાકાત લેશે અને ઓરડા સહિતની જે પણ જરૂરિયાત હશે તે પૂરી પાડવામાં આવશે. આ સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી તેમ જ સરકારમાં પણ રજૂઆત કરશે. અપૂરતા ઓરડા, પીવાનું પાણીની કે ટોયલેટની જે પણ જરુરુિયાત હશે તે માટે મારી તેમ જ અન્ય સરકારી ગ્રાન્ટ થકી પૂર્ણ કરવામાં આવશે.

તારીખ 10 માર્ચના રોજ chitralekha.com પર આ શાળામાં ઓરડા નથી નો અહેવાલ પ્રકાશિત થયો હતો…. તે વાંચવા ક્લિક કરો… http://chitralekha.com/news/gujarat/gujarat-kaprada-school-where-no-classrooms-for-411-students/