અમદાવાદના ગાંધી આશ્રમમાં ગેરકાયદે દીવાલ આશ્રમવાસીઓએ તોડી પાડી

0
1291

અમદાવાદ- ગાંધી આશ્રમ સ્મારક સંગ્રહાલયમાં ગેરકાયદે દીવાલ માનવસાધના દ્વારા બનાવવામા આવી રહી હોવાની રજૂઆતો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં ન્યાયિક કાર્યવાહી કરવામા આવતી ન હતી. ત્યારે શહેરમાં ચાલી રહેલી ગેરકાયદે બાંધકામોમાંથી પ્રેરણા લઇને આશ્રમવાસીઓએ જાતે જ હથોડો ઉઠાવી લીધો હતો.ગાંધી આશ્રમવાસીઓએ માનવસાધના ટ્રસ્ટ દ્વારા આશ્રમમાં થઇ રહેલાં ગેરકાયદે બાંધકામનો વિરોધ કરીને  દીવાલને હથોડી વડે તોડી નાખી અહિંસક આંદોલનની ચીમકી આ પહેલાં આપી હતી.આશ્રમવાસીએ જણાવ્યું કે ગાંધીજી પોતે અહીં રહેતા હતા અને તેમને અહીંથી જ દાંડીકૂચની શરૂઆત કરી હતી.ગાંધીજીએ આશ્રમ હરિજનો માટે બનાવ્યો હતો અને આજે આશ્રમના ટ્રસ્ટીઓ આ આશ્રમને દીવાલ બનાવી આશ્રમના ભાગલા પાડવા માંગે છે જે કયારેય નહીં થવા દે. વધુમાં કહ્યું કે જો હજુ પણ તેમની માગણી નહીં સ્વીકારાય તો અહિંસક આંદોલન કરશે અને જરૂર જણાશે તો દિલ્હીના રાજઘાટ અને જંતરમંતર ખાતે ધરણા કરશે અને વડાપ્રધાનનું પણ આ બાબતમાં ધ્યાન દોરવામાં આવશે.