જુના વાહનોમાં HSRP 31 જુલાઈ સુધી લગાવી શકાશે

અમદાવાદ– ગુજરાતમાં ફરીથી એક વાર જુના વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જુના વાહનોમાં HSRP લગાવવાની મુદત 31 જુલાઈ કરી દેવાઈ છે. રાજ્યમાં હજુ પણ લાખો વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી છે. જેથી સરકારે મુદતમાં વધુ વધારો કર્યો છે.વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યા પછી 2012થી રાજ્યમાં જુના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. પણ હજુ સુધી આ કાર્યવાહી પુરી થઈ શકી નથી. અગાઉ 30 એપ્રિલ સુધીની મુદત હતી, કે જૂના વાહનોમાં HSRP નંબર પ્લેટ ફીટ કરી દેવી. પણ 30 એપ્રિલની મુદત પુરી થઈ હોવા છતાં લાખો વાહનોમાં નવી નંબર પ્લટ લગાવી શકાઈ નથી. જેથી વાહન વ્યવહારપ્રધાને જુના વાહનોમાં HSRP લગવાવાની મુદત વધારીને 31 જુલાઈ કરવાની જાહેરાત કરી છે.