ગરમીનો પારો 40ને પાર, પ્રાણીપ્રેમીઓની કાળજી લાગી રહી છે લેખે

0
1922

અમદાવાદ– જીવમાત્રને પ્રકૃતિનો અનુભવ થતો હોય છે. ઊનાળાની કાળઝાળ ગરમીનો સામનો મનુષ્યો કરે છે તેમ અન્ય પ્રાણીજગતને પણ કરવો પડતો હોય છે જ. ત્યારે મનુષ્યે મૂકેલાં જળપાત્ર આ જીવોને માટે જીવન અર્પણ કરનાર બની રહેતાં હોય છે. જેની આ તસવીરો તાદ્રશ્ય  ચિતાર આપે છે.હાલમાં શહેરમાં ગરમીનો ભારે પ્રકોપ વર્તાય છે અને 40 ડિગ્રીને પાર થઇ જતી ગરમી પડી રહી છે. આવા વાતાવરણમાં માર્ગો પર પણ અવરજવાર ઘટી જાય છે અને જરુરીકાર્યો માટે બહાર નીકળતાં લોકો પણ ઘડીક છાંયો શોધે છે, અને પાણીનો ઘૂંટડો પી લઇને આગળ વધે છે. ચિત્રલેખાની અમદાવાદ ઓફિસે નિત્યક્રમ મુજબ હંમેશા અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવે છે. અહીં પાણી પીવા આવતાં વાનરો ગરમીમાં રાહત મેળવવા જળપાન કરવાનું સુખ પામી રહ્યાં હતાં ત્યારે કેમેરામેન પ્રજ્ઞેશ વ્યાસ દ્વારા ખેંચાયેલી આ તસવીરો નિહાળવી ગમશે.