HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો હવે 31 ડિસેમ્બર પછી દંડ ભરવા તૈયાર રહેજો

અમદાવાદ- ગુજરાત સરકાર અને આરટીઓ દ્રારા વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ નાંખવા માટે અનેક વખત મુદત વધારી છે, પણ હવે સરકાર અને આરટીઓ મુદત વધારવાના મતમાં નથી. જો તમે તમારા વાહનમાં HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો તમારા માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. કારણ કે ત્યાર બાદ તમારે નંબરપ્લેટ લગાવવા માટે પણ દંડ ચૂકવવો પડશે.હાલમાં RTO કચેરી તરફથી નંબર પ્લેટ લગાવવાની ફી નિર્ધારિત કરવામાં આવી છે.

નંબર પ્લેટ લગાવવા માટે આટલો ચાર્જ

ટુ વ્હીલર માટે રૂ.140

થ્રી વ્હીલર માટે રૂ.180

ફોર વ્હીલર માટે રૂ.400

હેવી વ્હીલર માટે રૂ.420

31 ડિસેમ્બર સુધી HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો RTO કચેરીએ તેના માટે દંડની જોગવાઈ કરી છે. આ મુજબ વાહનો ચલાવનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. જો તમે RTO કચેરી જઈ ન શકતા હોવ તો, અધિકૃત ડીલર પાસે જઈને ત્યાંથી પણ નંબર પ્લેટ લગાવી શકાશે.

HSRP નંબર પ્લેટ નહી હોય તો 31 ડિસેમ્બર પછી આરટીઓ દંડ વસૂલશે

ટુ વ્હીલર માટે રૂ.100

થ્રી વ્હીલર માટે રૂ.200

LMV વ્હીકલ માટે રૂ.300

હેવી વ્હીકલ માટે રૂ.500