સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, નેશનલ હાઈવે પર ભરાયા પાણી

0
1733

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે મોડી રાતથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હિંમતનગરમાં પાંચ અને તલોદમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના પગલે શહેરના માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો સાથે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે.

5 ઇંચ વરસાદને પગલે હિંમતનગરમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો સાથે જ હિંમતનગરથી શામળાજી નેશનલ હાઈવે 8 પર મોતીપુરાથી સહકારી જીન હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો ખેડબ્રહ્મા 05 મીમી, પોશીના 31 મીમી, પ્રાંતિજ 06 મીમી, તલોદ 06 મીમી, વડાલી 10 મીમી, વિજયનગર 04 મીમી જેટલો વરસાદ વરસ્યો છે.