ભારે ગરમીનો મૂંઝારો અનુભવતાં લોકોને હવામાન વિભાગે આપ્યાં સારા સમાચાર

0
859

અમદાવાદ-ભારે ગરમીનો મૂંઝારો અનુભવતાં લોકોને માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યાં છે. છેલ્લાં બે દિવસથી ગરમીનું પ્રમાણ ધીમેધીમે ઘટતાં રાજ્યભરમાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી રહી છે.પવનની દિશા બદલાતાં અને ભેજનું પ્રમાણ વધવાના કારણે ગરમી ઘટી રહી હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. આ વચ્ચે આગામી પાંચ દિવસમાં હીટવેવની કોઇ પણ સંભાવના નહીં હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જોકે આગામી ચાર પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત થોડા દિવસો માટે વાતાવરણમાં ભેજ વધશે. તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું હતું. હીટવેવની શક્યતા નહીં જણાતાં છેલ્લાં અઠવાડિયાથી વધુ સમયથી કાળઝાળ ગરમીના પ્રકોપને કારણે શેકાતાં લોકોને રાહતનો અનુભવ થશે.