મોબાઈલને આધારકાર્ડ સાથે લિંક કરવા સરકાર બનાવી હતી?- હાર્દિક પટેલ

અમદાવાદ- ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર પાટીદાર નેતા હાર્દિક પટેલે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે ટ્વીટ કરીને સરકારે કરેલા વાયદા યાદ કરાવ્યા છે. તેની સાથે સવાલ પણ કર્યો છે કે વાયદા પુરા નથી કર્યા તો સરકાર કેમ બની હતી. તેમણે આધારને લિંક કરવાની વાત કરીને કહ્યું હતું કે આધાર લિંક કરવા સરકાર બની છે.

હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે કોઈ ગોટાળાબાજ જેલ ગયો નથી. કોઈની પાસેથી કાળું નાણું મળ્યું નથી. રામ મંદિર બન્યુ નથી, ધારા 370 દૂર થઈ નથી. સરહદ પર શહીદ થનારાની સંખ્યા ઓછી થઈ નથી. તો આપણે સરકાર ફકત મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લીંક કરવા માટે બનાવી હતી.???