હાર્દિકને દૂર કરવો પડ્યો બેરોજગાર શબ્દ, ‘હેલિકોપ્ટરમાં ફરતાં બેરોજગાર’ની ખૂબ ગાજી ટીકા

અમદાવાદઃ પાટીદાર આંદોલનનો ચહેરો બનીને ખ્યાતિ મેળવનાર હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ સ્ટાર પ્રચારકના રૂપમાં દેશભરમાં કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યો છે. જેને લઇને તેની હેલિકોપ્ટરમાં ફરતી તસવીરો સોશિઅલ મિડીયા પર જોવો મળી હતી. ત્યારે એવ ફોટોને લઇને નાયબ સીએમ નિતીન પટેલે કરેલી તલ્ખ ટીપ્પણીથી હાર્દિકે પોતાના ટ્વીટર પરથી બેરોજગાર શબ્દ હટાવી દેવો પડ્યો છે.

હાર્દિક પટેલના હેલિકોપ્ટરમાં સવાર ફોટો અને વીડિયો મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગારો હેલિકોપ્ટરમાં ફરે છે. અમે જમીન ઉપર કામ કરી રહ્યાં છીએ જ્યારે કોંગ્રેસ હવામાં ફરે છે.

લોકસભા ચૂંટણીના મતદાન આડે ગણતરીનાં દિવસો જ બાકી છે ત્યારે રાજકીય પક્ષોનાં મોટા નેતાઓએ રાજ્યમાં ધામા નાંખ્યાં છે. આજે પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બંન્ને ગુજરાતમાં જનસભાના કાર્યક્રમ બન્યાં છે હાર્દિક પટેલે મોટી ઝપટમાંથી બચવા ભૂલ સુધારી લીધી હોવાનું માનવામાં આવે છે.

હાર્દિકને એક ઓર મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો, મહીસાગરમાં સભા સંબોધવા માટે હેલિકોપ્ટરથી સભા સ્થળે પહોંચવાનું હતું પરંતુ લુણાવાડામાં હેલિપેડ બનાવવાનું હતું. તેના જમીન માલિકે હેલિપેડ અને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી જમીનમાલિકે આપી ન હતી.હાર્દિક લૂણાવાડામાં હેલિકોપ્ટરથી તે સભા સ્થળે પહોંચવાનો હતો એ જગ્યાએ હેલિપેડ બનાવવાનું હતું તેના જમીન માલિકે હેલિપેડ અને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી નહીં. હાર્દિક અને કોંગ્રેસે તંત્ર પાસેથી તો મંજૂરી લઇ લીધી હતી. જમીન માલિકે હાર્દિક અને ચોપાર ઉતારવામાં વિરોધ કર્યો હતો જેને લઇને કાર દ્વારા પહોંચવાનું નક્કી કરાયું હતું.