રાજકારણના રંગઃ ડૉ. તોગડીયાને મળતાં કોંગ્રેસ નેતા મોઢવાડિયા અને હાર્દિક પટેલ

અમદાવાદ– વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડીયાના ખબરઅંતર પૂછવા પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ગુજરાત કોંગ્રેસના પૂર્વપ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મુલાકાત કરી હતી. જેને પગલે રાજ્યના રાજકીય માહોલમાં ગરમાટો આવી ગયો હતો.

ડૉ. પ્રવીણ તોગડીયા ગઇકાલે નાટ્યત્મક સ્થિતિમાં અમદાવાદની ચંદ્રમણિ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયાં છે. જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમનું એન્કાઉન્ટર કરાશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી.

આ બાદ તરત જ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ડૉ. પ્રવીણ તોગડીયાને મળવા હોસ્પિટલે પહોંચી ગયા હતાં અને હાર્દિકના નીકળતાં જ કોંગ્રેસના પૂર્વપ્રમુખ અર્જુન મોઢવાડિયા ડૉ. પ્રવીણ તોગડીયાના હાલચાલ પૂછવા આવી પહોચ્યાં હતાં.

બંને નેતાઓએ ભાજપ પર નિશાન સાધતાં વૈચારિક મતભેદોથી ઉપર સુરક્ષાના મુદ્દે તેમની સહાનુભૂતિ ડૉ. પ્રવીણ તોગડીયા સાછે છે.  કોંગ્રેસની આ સહાનુભૂતિને પક્ષની સોફ્ટ હિદુત્વની રાજનીતિ માનવામાં આવી રહી છે.

મોઢવાડિયાએ ખબર પૂછીને બહાર આવતાં મીડિયાને જણાવ્યું હતું કે તેઓ ભાજપની હરકતોને જાણે છે, રાજ્સથાન પોલિસ પહેલાં કેટલાક નકલી એન્કાઉન્ટર કરી ચૂકી છે તેની તપાસ કરવી જોઇએ. ભાજપમાં પોતાના વિરોધીઓને હટાવવા આંતરિક દંગલ ચાલી રહ્યું છે. જો તપાસ થશે તો તેના પર રોક લાગશે.

આ દરમિયાન તોગડીયા સ્વીકાર કરી ચૂક્યાં છે કે તેઓ રાજસ્થાન પોલિસ તરફથી ધરપકડથી બચવા ગાયબ થયાં હતાં.