એચ-1બી વિઝા પ્રક્રિયાને વધુ કઠિન બનાવી રહ્યું છે અમેરિકા

વોશિંગ્ટન- અમેરિકામાં નોકરી મેળવવાની આશામાં બેઠેલાં લાખો ભારતીયો માટે માઠાં સમાચાર છે. અમેરિકન હોમલેન્ડ સીક્યૂરિટી ડીપાર્ટમેન્ટ એવો પ્રસ્તાવ તૈયાર કરી રહ્યો છે જેનાથી એચવન-બી વિઝા મેળવવા ઘણું મુશ્કેલ બનાવી દેશે. આ પ્રસ્તાવમાં એચવન-બી વિઝા અરજીઓની પસંદગીની જ પ્રક્રિયા ઘણી સખત બનાવાઇ રહી છે.

જે મુજબ આ શ્રેણીની વિઝા અરજી કરવા પહેલાં એચવન-બી કેપ લૉટરી રજિસ્ટ્રેશન કરાવી કેપ અરજી જમા કરાવવાની રહેશે અને કેનો કેપ નંબર મેળવી શકાશે. ઉપરાંત કેપ નંબર મેળવવા માટે પણ પ્રાયોરિટી સીસ્ટમ લવાશે. તેમાં એવી અરજીઓને અગ્રતા મળશે જેમાં સૌથી વધુ સેલેરીવાળી નોકરીઓ હશે અને ઉચ્ચ કૌશલ્યપ્રાપ્ત પ્રોફેશનલે કરી હોય. આ સિવાયની અરજીઓને ચકાસતી વખતે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આપેલાં બાય અમેરિકન, હાયર અમેરિકન સૂત્રને ધ્યાનમાં રાખવામાં આવશે.

ડીએચએસ દ્વારા તેના સેમી એન્યુઅલ રેગ્યૂલેટરી એજન્ડામાં કેટલાક પ્રસ્તાવનું એલાન કરાયું હતું. તેમાં એચવન-બી વિઝા પ્રાપ્ત વ્યાવસાયિકોની પગારધોરણ વદ્ધિ પર વિચાર કરવામાં આલી શકે છે.જોકે એચવન-બી કેપ લૉટરી સીસ્ટમમાં ફેરફારનું એલાન ફેબ્રુઆરી 2018 સુધીમાં થવાનું નથી. આ ફેરફારોનું એલાનમાં જો નોટિસ એન્ડ કોમેન્ટની અનુમતિ આપવામાં આવશે તો આગળના એચવન-બી કેપમાં ફેરફાર લાગુ નહીં કરી શકાય જેની ફાઇલિંગ એપ્રિલ 2018માં શરુ થવાની હશે.