હાઇકોર્ટે જામનગરના આ કેસમાં ફાંસીની સજા આજીવન કેદમાં પલટી

0
1573

જામનગર- જામનગરના ટ્રિપલ મર્ડર કેસમાં પૂર્વ કોર્પોરેટર ભવાન સોઢાને થયેલી ફાંસીની સજા હાઇકોર્ટે આજીવન કેદમાં ફેરવી છે.કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણ્યો પણ કેદીને કેન્સર હોવાથી અને 15 વર્ષથી જેલમાં બંધ હોવાને ધ્યાને લઇને આરોપી ભવાન સોઢા છેલ્લા શ્વાસ લે ત્યાં સુધીની કેદની સજા તબદિલ કરી છે.

જામનગર સેશન્સ કોર્ટે ટ્રિપલ મર્ડર કેસના કેસમાં ફાંસીની સજા ફટકારી હતી, અને અન્ય એક આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય એક આરોપીને નિર્દોષ મુક્ત કર્યો હતો.

જામનગરમાં એકસમયે ખૂબ ચકચારી બનેલાં આ કેસમાં રંજન શુકલા નામની એક મહિલા અને તેના બે બાળકોની કરપીણ હત્યા કરીને તેમની લાશના ટુકડા કરીને માળીયામીયાણાં હાઇવે ઉપર નાંખી દેવામાં આવ્યાં હતાં.