સાડા ત્રણ કરોડ રુપિયાનો માલ સ્વાહા કરી છેવટે કાબૂમાં આવી આગ

0
1275

રાજકોટ-રાજકોટના શાપરમાં સરકારી મગફળી ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં હવે કાબૂમાં આવી છે. અંદાજે સાડા ત્રણ કરોડ રુપિયાના મૂલ્યની 28 હજાર જેટલી મગફળીની બોરી આ આગમાં સ્વાહા થઇ ગઇ છે. જોકે હજુ પણ આગના ધૂમાડા ગોડાઉનમાંથી નીકળી રહ્યાં છે તેથી તકેદારી લેતાં ફાયરબ્રિગેડ બે ટીમ હાજર રખાઇ છે.રાજકોટ જિલ્લામાં ગોંડલના ગોડાઉનની આગ પથી આ ત્રીજો બનાવ છે જેમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. આગમાંથી 20 હજાર બોરી જેટલી મગફળી જોકે આગમાં ખાક થતાં બચાવી લેવામાં આવી હતી. આગ ફરીના પ્રગટે તે માટે સાવચેતી લેવામાં આવી રહી છે.

સરકારી ગોડાઉનમાં જ કેમ આગ લાગે છે તેવો સવાલ ખડો થાય છે ત્યારે અવારનવાર લાગતી આગને કારણે ષડયંત્રની શંકા સાથે સરકારના કૃષિપ્રધાન આર સી ફળદુએ સ્પષ્ટતાં કરતાં જણાવ્યું હતું આમાં સરકારને બદનામ કરવાનું કોઈ અસામાજિક તત્વો કાવતરું કરી રહ્યાં છે.આગની ઘટનાની સીઆઈડી તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.