ગુજરાતઃ રક્ષકદળ જવાનોનું ભથ્થું વધારાયું

0
2302

ગાંધીનગર-ગ્રામ કક્ષાએ અને તાલુકા કક્ષાએ પોલીસના સહાયક તરીકે ફરજો બજાવીને ગ્રામ-તાલુકા કક્ષાએ કાયદો વ્યવસ્થાને જાળવવામાં ખડેપગે રહેતા ગ્રામ રક્ષકદળના જવાનો અને સાગર કિનારાના જિલ્લામાં વસતાં અને સાગર કિનારાની સુરક્ષાની ચિંતા કરનારા સાગર રક્ષકદળના જવાનોના દૈનિક ભથ્થાંમાં ૧૦૦% વધારો કરી આપવામાં આવ્યો છે.

રાજયભરમાં ગ્રામ રક્ષકદળમાં ૪૦,૭૧૨ જવાનો નોંધાયેલ છે અને અંદાજે સરેરાશ દરરોજના ૧૦,૦૦૦ જેટલા જવાનો નાઇટ રાઉન્ડ સાથે કાયદો અને વ્યવસ્થાની કામગીરી બજાવે છે. આ જવાનોને હાલ દૈનિક ભથ્થું રુ. ૧૦૦ મળે છે તેને બમણું કરવાના નિર્ણયના કારણે હવેથી ગ્રામ રક્ષક અને સાગર રક્ષકદળના જવાનોને દૈનિક ભથ્થું રુ. ૧૦૦ના સ્થાને રુ. ૨૦૦ મળશે. આ વધારાથી રાજય સરકારની તિજોરી ઉપર વધારાનો રુ. ૩૪.૦૫ કરોડનો બોજો પડશે.