ગુજરાતમાં ફરી ભગવો લહેરાયોઃ ૪૭ નગરપાલિકાઓમાં ભાજપનું શાસન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી હવે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ આમનેસામનેની લડાઈમાં છે. ગુજરાતના 33 જિલ્લાના 75 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 64.37 ટકા મતદાન થયું હતું, તેની મતગણતરી આજે સોમવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ હતી. મોટાભાગની નગરપાલિકાઓ પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો સામે કોંગ્રેસ પણ ફાઈટ આપી છે. મોડી સાંજે ઉપલબ્ધ પરિણામો અનુસાર, ભાજપે 47  નગરપાલિકા કબજે કરી છે, જ્યારે કોંગ્રેસે 16 નગરપાલિકા પર જીત મેળવી છે.નગરપાલિકાના ચૂંટણીના પરિણામોનું લાઈવ અપડેટ

75 નગરપાલિકામાંથી 47 પર ભાજપ વિજયી, 16 પર કોંગ્રેસની જીત

એનસીપી એક નગરપાલિકામાં વિજયી

બીએસપી એક પાલિકામાં જીતી

છ નગરપાલિકામાં મિશ્ર બહુમતી થઈ

4 નગરપાલિકા પર અપક્ષનો કબજો

1167 ભાજપના ઉમેદવારો જીત્યા

630 કોંગ્રેસના ઉમેદવારો જીત્યા

28 એનસીપીના ઉમેદવારો જીત્યા

202 અપક્ષ ઉમેદવારો વિજયી બન્યા

18 અન્ય ઉમેદવારો જીત્યા

–     અમરેલીઃ ચલાલા નગરપાલિકામાં ભાજપનો વિજય
–     છોટાઉદેપુરમાં કોંગ્રેસનો સફાયો
–     કાલાવડ નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો
–     લાઠી નગરપાલિકામાં ભાજપનો વિજય
–     જામજોધપુર અને ધ્રોલમાં ભાજપનો વિજય
–     તાપીઃ સોનગઢ નગરપાલિકા ભાજપે ફરીથી કબજે કરી
–     અમરેલીઃ રાજુલા નગરપાલિકામાં ભાજપનો સફાયો
–     જસદણ નગરપાલિકા પર ભાજપનો કબજો
–     રાજકોટઃ જસદણ નગરપાલિકામાં ભાજપનો વિજય

ગારીયાધાર નગરપાલિકાનું પરિણામ
–     ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ પડી
–     મતગણતરી પૂર્ણ થઈ
–     28માંથી 14માં ભાજપ અને 14માં કોંગ્રેસની જીત

  • લાઠી, ચલાલા અને જાફરાબાદમાં ભાજપની જીત
  • પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું ગાબડું
  • રાજુલામાં કોંગ્રેસની જીત
  • પારડી, ખેડબ્રહ્મા અને ગારિયાધારમાં ટાઈ
  • થરાદ નગરપાલિકામાં અપક્ષોની નિર્ણાયક ભૂમિકા રહેશે
  • પાટણમાં 3માંથી 2 પાલિકા ભાજપને ફાળે
  • તાપીથી ભાજપના નગરપાલિકા પૂર્વ પ્રમુખ દીપક વસાવા હાર્યા
  • દ્વારકા નગરપાલિકા વોર્ડ નંબર 3 પર ભાજપની પેનલ વિજયી
  • રાપર નગરપાલિકા 13 પર કોંગ્રેસ અને 11 પર ભાજપનો કબજો
  • વિસાવદરમાં વોર્ડ નંબર 3માં ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીત
  • વિદ્યાનગરમાં વોર્ડ નંબર 4માં ભાજપની જીત
  • છોટાઉદેપુરમાં મોટા મહારથીઓ સામે હાટ બજારમાં નાની દુકાન ચલાવતા જીગ્નેશ તડવીનો વોર્ડ નંબર-5માં વિજય
  • મોરબી-હળવદ નગરપાલિકા પર ભાજપનો કબજો
  • બનાસકાંઠાની થરાદ નગરપાલિકામાં 28માંથી 12 બેઠક પર ભાજપ, કોંગ્રેસ-અપક્ષના ફાળે 8-8 બેઠકધાનેરા નગરપાલિકામાં ભાજપ આગળસાબરકાંઠામાં ખેડબ્રહ્મા નગરપાલિકામાં ટાઇ, ભાજપ-કોંગ્રેસને ફાળે 14-14 બેઠકપ્રાંતિજ, ઇડરમાં ભાજપ, તલોદમાં કોંગ્રેસ આગળકુલ 2116માંથી ભાજપ-959, કોંગ્રેસ-525, અપક્ષ-126 અને અન્ય-46 બેઠક પર જીત
  • છોટાઉદેપુરનું અંતિમ પરિણામ: કુલ 7 વોર્ડની 28 બેઠક,બસપા-9, કોંગ્રેસ-8, ભાજપ-4, બીટીપી-2 અને અપક્ષ-5
  • વલસાડ-ધરમપુર નગરપાલિકા ભાજપને ફાળે ગઇ
  • પીએમ મોદીના વતન વડનગરમાં ભાજપે 28માંથી 27 બેઠક જીતી કોંગ્રેસનો સફાયો કર્યો
  • નગરપાલિકા પરિણામની હાલની સ્થિતિભાજપ-44ભાજપ સહયોગી-05કોંગ્રેસ- 13 સહયોગી-01એનસીપી-01આઈએનડી-02ટાઇ પડેલી પાલિકાઓ- 03હજુ અનિર્ણિત-06