ભાજપના ઉપવાસઃ ગુજરાતના ધારાસભ્યો અને સાંસદોના ઉપવાસ

અમદાવાદઃ સંસદના બજેટ સત્રમાં ખલેલ પહોંચાડવા બદલ વિપક્ષથી નારાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ પ્રધાનો અને સાંસો દેશના અલગ અલગ શહેરોમાં ઉપવાસ પર બેઠા છે. વડાપ્રધાન મોદીએ ઓડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ભાજપના નેતાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, વિસ્તારની જે સમસ્યાઓ સંસદમાં ઉઠાવવાની હતી, તેને હવે જનતામાં ઉઠાવે. વડાપ્રધાન પોતાના અધિકારીક કાર્યોને કરતાં કરતાં જ ઉપવાસ રાખશે. વળી ભાજપ પ્રમુખ અમિત શાહ ચૂંટણી રાજ્ય કાર્ણાટકના હુબલીમાં ઉપવાસ પર બેઠા છે.

ગુજરાતમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરોએ આજે દરેક શહેર, તાલુકા અને જિલ્લા મથકો પર એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે.

તો ગુજરાતમાં પણ ગુજરાત ભાજપના સાંસદો પોતાના વિસ્તારમાં ઉપવાસ પર બેઠા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મહેસાણામાં ઉપવાસ પર બેઠા છે. પ્રદિપ સિંહ જાડેજા અમદાવાદમાં તો સુરત ખાતે સાંસદ દર્શના જરદોશ ઉપવાસ પર બેઠા છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહેલા લાલ દરવાજામાં આવેલી જીલ્લા પંચાયત ખાતે ઉપવાસ પર બેસવાના હતા, પરંતુ કોઈ કારણોસર મુખ્યપ્રધાન દ્વારા પોતાના કાર્યાલય ખાતે જ ઉપવાસ કરવામાં આવ્યા છે.