મોરબી સિરામિક ઉદ્યોગને લઇને આવ્યો હાઇકોર્ટનો મોટો ચૂકાદો

0
1744

અમદાવાદ-પર્યાવરણ સુરક્ષાને લઇને હાઇકોર્ટે આપેલાં એક ચૂકાદાથી મોરબીનો સિરામિક ઉદ્યોગને મોટી અસર પડશે. ગુજરાત હાઇકોર્ટે મોરબી જિલ્લામાં ચાલતા સિરામિક ઉદ્યોગમાં કોલસા આધારિત ગેસીફાયરના ઉપયોગ અંગે આ ચૂકાદો આપ્યો છે.

હાઇકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીને આદેશ આપ્યો છે કે જીપીસીબી પર્યાવરણ સુરક્ષા માટેના જરુરી પગલાં લે. ગેસીફાયરનો ઉપયોગ બંધ કરવાથી સિરામિક ઉદ્યોગને નવી ટેકનોલોજીને અપનાવવાની સ્થિતિ આવી ગઇ છે જેને લઇને મંદીના સમયમાં વધુ સ્લોડાઉનનો અનુભવ ઉદ્યોગકારોને પરેશાન કરશે.

હાઇકોર્ટે એમ પણ જણાવ્યું છે કે નવી ટેકનોલોજીથી ચાલતાં ગેસીફાયરના ટ્રાયલ રન માટે જરુરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરે અને ઉદ્યોગોને છૂટ આપવી કે નહીં તે અંગે પણ નિર્ણય કરે.