હાર્દિક ચૂંટણી નહીં લડી શકે, સજા સામે સ્ટે મૂકવાની અરજી ફગાવતી હાઈકોર્ટ

અમદાવાદ: હાર્દિક લૉ કીલર છે અને તે લૉ મેકર ન બની શકે તેવી એડવોકેટ જનરલે સરકાર વતી કરેલી દલીલ કદાચ ગુજરાત હાઈકોર્ટને અસરકારક લાગી હોઈ શકે છે. કારણ કે ગુજરાત હાઈકોર્ટે હાર્દિકની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી હતી. જોકે હાર્દિક પટેલ તરફથી આવતીકાલે જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે.હાર્દિકના સાથીદારો તરફથી નિવેદન આવ્યું છે કે તમામ પેપર્સ તૈયાર છે અને અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
આ સાથે છેલ્લાં કેટલાક સમયથી જે અટકળો ચાલતી હતી તેનો અંત આવી ગયો છે. પાટીદાર નેતા હાલમાં રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત દરમિયાન કોંગ્રેસમાં જોડાયો છે. તે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે નહીં. હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની મનાઇ કરી દીધી છે. સરકારના વકીલે જણાવ્યું કે હાર્દિકની અરજી ફગાવતાં કહ્યું કે હાર્દિક સામે 17થી વધુ ફરિયાદ છે, બીજું આ રેર એપ્લિકેશન નથી કે જેને ધ્યાને લેવી પડે, અને ભડકાઉ ભાષણથી શાંતિ જોખમાવતી બાબતો થાય છે તે ત્રણ મુદ્દા મુખ્યત્વે હાઈકોર્ટે ધ્યાનમાં લીધાં છે.

જેના કારણે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે નહીં.રાજ્ય સરકારે હાર્દિકને ચૂંટણી લડવા માટે મંજૂરી ન આપવામાં આવે તે માટે હાઇકોર્ટમાં લેખિતમાં રજૂઆત કરી હતી. છેલ્લાં ત્રણ દિવસથી હાઇકોર્ટમાં રાજ્ય સરકાર અને હાર્દિક પટેલના વકીલ દ્વારા ધારદાર દલીલો પણ થઇ હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી છે. જેમાં હાઇકોર્ટ દ્વારા અવલોકન

કરવામાં આવ્યું કે હાર્દિકના વકીલની પુરાવા નહીં હોવાની વાત સ્વીકારી શકાય નહીં. હાઇકોર્ટે ઓર્ડરમાં નોંધ્યું કે હાર્દિક વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધવામાં આવી છે. કોર્ટને આપેલી બાંહેધરી બાદ પણ હાર્દિક વિરુદ્ધ 17 FRI નોંધાઇ છે.

કોંગ્રેસ તરફથી, રાજકોટથી લલીત કગથરાએ જણાવ્યું હતું કે સુપ્રીમમાંથી અમને ન્યાય મળશે અને જ્યારે પણ હાર્દિકને ચૂંટણી લડવી હશે ત્યારે મારા સહિત કોંગ્રેસના કોઇપણ સભ્ય પોતાની બેઠક ખાલી કરીને હાર્દિકને ચૂંટણી લડાવશે.
ભાજપ તરફથી મનસુખ માંડવિયાએ આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ન્યાયિક પ્રક્રિયાનો ચૂકાદો છે તેના ઉપર અમારે કંઇ કહેવાનું નથી. આ મામલો હવે કોંગ્રેસ અને હાર્દિક વચ્ચેનો છે.