ગ્રામ્ય સ્તરે બિનખેતીની પરવાનગી ઓનલાઈન કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય

ગાંધીનગર- ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં બિનખેતીની પરવાનગીઓ ઓનલાઈન આપવાની શરૂઆત રાજ્ય સરકારે કરી છે. શહેરી વિસ્તારોમાં આપ્રક્રિયાની સફળતાને ધ્યાને લઈને હવે ગ્રામ્ય સ્તરે પણ બિનખેતીની પરવાનગીઓ ઓનલાઈન આપવાનો ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે લીધો છે.જેનો આજથી રાજ્યભરમાં અમલ થશે.

મહેસુલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે,મુખ્યપ્રધાન રૂપાણી અને રાજ્ય સરકાર સમક્ષ બિનખેતી પરવાનગીઓમાં મંજુરીઓ સંદર્ભે અવરોધો દુરથાય,પ્રક્રિયા સરળ બને તે માટે ગ્રામ્ય વિસ્તારના નાગરીકો દ્વારા રજુઆતો મળી હતી. શહેરી વિસ્તારોમાં બિનખેતીની પ્રક્રિયાને રાજ્યવ્યાપીઓનલાઈન કરતા સમગ્ર પ્રક્રિયા ઝડપી, ન્યાયી અને પારદર્શી બની હતી. જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે ગ્રામ્યકક્ષાએ પણ આ પ્રક્રિયા અમલીબનાવવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ્યકક્ષાએ પણ પ્રક્રિયા ઓનલાઈન થતા અને સરળ બનતા નાગરીકોને સમયની બચત અને ઝડપ આવશે તેમજપ્રક્રિયા વધુ સરળ બનશે. પરિણામે રાજ્યની વિકાસયાત્રા વધુ વેગવાન બનશે. ગ્રામ્ય વિસ્તારોમાં બિનખેતી પરવાનગીની પ્રક્રિયા પારદર્શક રીતે અનેકોઈપણ જાતના ભેદભાદ વિના તથા એક જ કચેરીએથી થાય અને એકસૂત્રતા જળવાય તેવા શુભ આશયથી હાલ ગ્રામ્ય વિસ્તારો માટે બિનખેતીનીપરવાનગી તાલુકા-જિલ્લા પંચાયત કક્ષાએ કરવામાં આવતી હતી તે હવે સંબંધિત જિલ્લા કલેકટરો દ્વારા કરવામાં આવશે.

રાજ્ય સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મહેસૂલ વિભાગમાં અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે ત્યારે આ પ્રક્રિયા પણ ખુબ જ અસરકારકનિવડશે. અરજદારોને બિનખેતી પરવાનગી નિયત સમયમર્યાદામાં મળી શકે તે માટે સમગ્ર પ્રક્રિયાને ડીઝીટાઈઝેશન કરવાનો રાજ્ય સરકારે નિર્ણયકર્યો છે. આ પ્રક્રિયા આજથી અમલી બનતા, ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા-તાલુકા પંચાયતોમાં જે કેસોમાં આખરી નિર્ણય કરાયો હોય તે સિવાયના તમામપડતર કેસોમાં હવે સંબંધિત જિલ્લાના કલેકટરો દ્વારા નિર્ણય કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, ઓગસ્ટ 2018થી ઓક્ટોબર-2018 સુધીમાં રાજ્યભરમાં 1863 અરજીઓ ઓનલાઈન મળી છે અને તમામ અરજીઓનોસમયમર્યાદામાં સંતોષકારક રીતે નિકાલ કરાયો છે.