અમદાવાદ સહિત આ શહેરોમાં 21 TP સ્કીમોને મળી મંજૂરી, 5 માસમાં 150…

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના શહેરી ક્ષેત્રોમાં સુઆયોજિત અને ઝડપી વિકાસની પ્રતિબદ્ધતા સાથે 2019ના વર્ષના પ્રથમ પાંચ જ મહિનામાં ૫૦ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP) – ડેવલપમેન્ટ પ્લાન – DP મંજૂર કર્યાં છે. રૂપાણીએ મુખ્યપ્રધાનનો પદભાર સંભાળ્યો ત્યારથી ૨૦૧૮ના વર્ષ સુધીમાં TP સ્કીમની પરવાનગી-મંજૂરીની સદી-શતક આંક પહોંચાડ્યા બાદ આ વર્ષ 2019માં પાંચ જ મહિનામાં વધુ 50 આવી સ્કીમને મંજૂર કરીને દોઢ વર્ષમાં 150 જેટલી ટીપી-ડીપીને પરવાનગી આપવાનો વિક્રમ સર્જ્યો છે.

મુખ્યપ્રધાને આચારસંહિતા બાદ જે ૧૨ ફાઇનલ TPને મંજૂરી આપી છે તેમાં રાજકોટ TP નં. ૧૫ (વાવડી), અમદાવાદ TP નં. ૮૯ (વટવા-૧), રાજકોટ TP નં. ૨૭ (મવડી), ઉંઝા નં. ૪, ઉંઝા નં. ૬, સુરત નં. ૩૮ (વરીયાવ), વડોદરા નં. ૧ (ખાનપુર – સેવાસી), અમદાવાદ નં. ૧૧૧ (નિકોલ – કઠવાડા), ગાંધીનગર – GUDA નં. ૧૬ (પેથાપુર), ગાંધીનગર GUDA નં. ૧૩ (વાવોલ), ઉંઝા નં. ૧ (ફર્સ્ટ વેરીડ) અને અમદાવાદ નં. ૧૦૯ (મુઠીયા – લીલાસીયા-હંસપુરા)નો સમાવેશ થાય છે.

મુખ્યપ્રધાને લોકસભા ચૂંટણીઓની આચારસંહિતા પૂર્ણ થતા જ 21 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ અને ૨ ડેવલપમેન્ટ પ્લાનની મંજૂરીના નિર્ણયો કર્યા છે. તેમણે 2019ના વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ 50 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવાને પરિણામે રાજ્યમાં આશરે 5 હજારથી પણ વધુ હેક્ટર વિસ્તારમાં આયોજનને ઓપ મળ્યો છે.

મુખ્યપ્રધાને અમદાવાદ શહેરની વધુ ત્રણ પ્રારંભિક તથા એક ડ્રાફ્ટ TPને મંજૂરી આપી છે. આ સ્કીમ્સમાં ઓઢવની TP ૧૧૨, ઓગણજની TP ૫૪ તથા બોપલની TP ૧ એમ ૩ પ્રારંભિક તથા ઘાટલોડીયા – સોલા – ચાંદલોડીયાની ડ્રાફટ TP ૨૮ નો સમાવેશ થાય છે.

અમદાવાદની આ ત્રણ પ્રારંભિક યોજના મંજૂર થવાથી શહેરને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ તેમજ આર્થિક – સામાજિક વર્ગના લોકોના રહેણાંકના વેચાણ હેતુથી પ્રાપ્ત થશે.

ખાસ કરીને પ્રારંભિક ટીપી મંજૂર થવાથી આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે જમીન પ્રાપ્ત થશે અને શહેરી વિસ્તારમાં સામાન્ય માનવીના ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ કરવામાં આ નિર્ણય એક વધુ કદમ પૂરવાર થશે. આ ઉપરાંત મુખ્યપ્રધાનશ્રીએ સુરતની એક પ્રારંભિક સ્કીમ પૂણા (20) પણ મંજૂર કરી છે.

મુખ્યપ્રધાને જે ઝડપથી ડ્રાફ્ટ સ્કીમને મંજૂરી આપવામાં આવે છે તે જ રીતે ઝડપી કાર્યવાહીથી ચૂંટણીઓ પહેલા પણ વર્ષ 2019માં મુખ્યપ્રધાનશ્રીએ 6 ફાઇનલ TP ને મંજૂરી આપી છે. ફાઇનલ TP મંજૂર થતાં, તેટલી TP સ્કીમની કાર્યવાહી પૂર્ણ થઇ તમામ રેકર્ડ સંબંધિત ઓથોરીટીને ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા સોંપી દેવામાં આવે છે અને પરિણામે આવા TPOની કચેરીમાં અન્ય TP ની વધુ ઝડપથી કામગીરી હાથ ધરી શકાશે.

રૂપાણીએ રાજકોટની ફાઇનલ TP 15(વાવડી) અને 27(મવડી) મંજૂર કરી છે. મુખ્યપ્રધાનશ્રીએ TPO/CTP અને વિભાગને સુચના આપી છે અને બાકી રહેતી TP પણ તાત્કાલિક પૂર્ણ થાય અને શહેરના વિકાસમાં TP નો વિલંબ બાધારૂપ ના બને તેવા સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે.

મુખ્યપ્રધાનશ્રીએ કરજણ તથા ઝઘડીયા – સુલતાનપુરના ડેવલપમેન્ટ પ્લાનને પણ પ્રાથમિક મંજૂરી આપી દીધી છે અને બિલીમોરા-દેસરાની TP 1 પ્રારંભિક તથા અન્ય વેરીડ સ્કીમો, ભાવનગર શહેરની બે ડ્રાફ્ટ સ્કીમો નંબર 19 અને 20 નારીને પણ મંજૂરી આપી છે.