ગુજરાતે જૂન 4 સુધીમાં બનાવ્યાં સૌથી વધુ E-WAY બિલ, ગુજરાત બાદ છે આ રાજ્યો

અમદાવાદ– ગુજરાત હજુ પણ ઇ-વે બિલના અમલીકરણમાં પ્રથમ સ્થાન જાળવી રહ્યું છે. જૂન 4 સુધીના પ્રાપ્ત થતાં આંકડા મુજબ રાજ્યમાં વ્યાપારી કર વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, પહેલી એપ્રિલથી 4 જૂન વચ્ચે માલના આંતર અને ઇન્ટ્રા-સ્ટેટ આવનજાવન માટે રાજ્ય દ્વારા ઈ-વેઝ બિલની સૌથી વધુ સંખ્યામાં વધારો થયો છે. 1.03 કરોડની કીમતના ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યાં છે.

ઈ-વે બિલ જનરેટ કરવામાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને હરિયાણા છે.

નોંધનીય છે કે રાજ્યમાં 39 મોબાઇલ સ્કવોડની રચના કરવામાં આવી છે, જે રાજ્યભરમાં સરપ્રાઈઝ તપાસ અને ઇ-વે બિલની ચકાસણી કરે છે. ગુજરાતમાં ઇ-વેઝ બિલની સંખ્યા દેશમાં બનતાં કુલ ઈ-વે બિલની સંખ્યાના અંદાજે 20% જેટલાં હોવાનું જણાવાયું હતું.

ઇ-વે બિલ સીસ્ટમની શરૂઆત 1 એપ્રિલના રોજ કરવામાં આવી હતી, જેમાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સ એક રાજ્યથી બીજા રાજ્યમાં રુપિયા 50,000થી વધુની કીમતના 19 કોમોડિટીઝના ઇન્ટ્રા-સ્ટેટ વ્યાપાર માટે જરુરી બનાવાયાં છે.