ફી કમિટીઃ કુલ 5થી 15 ટકા ફી વધારી, 10 કોલેજ ‘નો એડમિશન’ ઝોનમાં મૂકી

અમદાવાદ– રાજ્યમાં સ્વનિર્ભર ધોરણે વિવિધ ટેકનિકલ વ્યાવસાયિક અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓમાં પ્રવેશ વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ના ત્રિવાર્ષિક ગાળા માટે ફી નિર્ધારણ કરવાની કાર્યવાહી અત્રેની સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. કુલ ૬૧૩ સંસ્થાઓની ફી નક્કી કરવાની દરખાસ્ત સમિતિને મળી હતી.

કુલ સંસ્થાઓ ૬૧૩
હયાત સંસ્થાઓ ૫૭૪
વર્ષ ૨૦૧૭-૧૮ માં નવી ચાલુ થયેલ સંસ્થાઓ / જૂના પ્રોગ્રામ ફરીથી કાર્યરત કરેલ હોય અથવા અન્ય ૨૯
વર્ષ ૨૦૧૭-૧૮ માં જે સંસ્થાઓ નો એડમિશન ઝોનમાં મુકાયેલ હોય અને અન્ય સંસ્થાઓ ૧૦

 

આ પૈકી, ૧૦ સંસ્થાઓ, વર્ષ ૨૦૧૭-૧૮ માટે “નો એડમીશન ઝોન” માં છે તે સંસ્થાઓની ફી નક્કી કરાઇ નથી.તદુપરાંત ૨૯ નવી/પ્રોગ્રામ ફરીથી ચાલુ કરાયેલ કે અન્ય સંસ્થાઓ માટે  ફક્ત વર્ષ ૨૦૧૭-૧૮ની  જ ફી નક્કી કરાયેલ છે. આવી સંસ્થાઓએ વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ની ફી નક્કી કરાવવા માટે તા. ૦૧/૦૬/૨૦૧૮ સુધીમાં સમિતિને ફરી  થી ૨૦૧૭-૧૮નાં હિસાબો સાથે દરખાસ્ત કરવી પડશે.

બાકી રહેલ ૫૭૪ સંસ્થાઓની પ્રોગ્રામ મુજબની સંખ્યા નીચે મુજબની છે.

પ્રોગ્રામનું નામ કુલ સંસ્થાઓ
બેચલર ઓફ એન્જીનિયરિંગ / ટેકનોલોજી ૧૧૩
બેચલર ઓફ ફાર્મસી ૬૫
બેચલર ઓફ આર્કીટેક્ચર ૨૮
બેચલર ઓફ પ્લાનિંગ
બેચલર ઓફ હોટલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ
બેચલર ઓફ કન્સ્ટ્રકશન ટેકનોલોજી
બેચલર ઓફ ઇન્ટીરીયર ડિઝાઈન- ૫ વર્ષ
ડીપ્લોમા ઇન એન્જીનિયરિંગ ૯૭
ડીપ્લોમા ઇન આર્કીટેક્ચર
ઇન્ટિગ્રેટેડ ડીપ્લોમા-ડીગ્રી
માસ્ટર ઓફ એન્જીનિયરિંગ / ટેકનોલોજી ૬૩
માસ્ટર ઓફ ફાર્મસી ૫૫
માસ્ટર  ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ૮૮
માસ્ટર  ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ૫૧
માસ્ટર  ઓફ  પ્લાનિંગ
કુલ સંસ્થાઓની સંખ્યા ૫૭૪

ફી નિર્ધારણની કાર્યવાહી માટે સમિતિ દ્વારા વેબપોર્ટલ વિકસાવાયેલ, જેના પર સ્વ-નિર્ભર સંસ્થાઓને જરૂરી ઓથોરાઈઝેશન અને એક્સેસ રાઈટ્સ થકી જરૂરી દસ્તાવેજો, ઓડીટેડ એકાઉન્ટ અને અન્ય જરૂરી પુરાવા સાથે ઓનલાઈન દરખાસ્ત કરવાની વ્યવસ્થા કરાયેલ હતી. સંસ્થા દ્વારા રજૂ કરાયેલ ઓડીટેડ એકાઉન્ટ સમિતિના CA નિષ્ણાતો દ્વારા પૃથક્કરણ કરાયેલ હતું. ઉપરાંત સંસ્થાઓના વાજબી અને વાસ્તવિક ખર્ચનો તાગ મેળવી અને સંસ્થાઓની માન્ય થયેલ સંખ્યા અને પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓની સંખ્યાને પણ ધ્યાને લેવામાં આવેલ હતી. ઘણાં કિસ્સાઓમાં વર્ષ ૨૦૧૭-૧૮ નાં ફી માળખામાં વધારાની માગણી વાજબી માલૂમ પડેલ ન હતી. જ્યારે અમુક કિસ્સાઓમાં વર્ષ ૨૦૧૬-૧૭ નો ખર્ચ, તે  વર્ષ માટે  નિર્ધારિત કરવામાં આવેલ ફી માળખા કરતાં ઓછો માલૂમ પડેલ હતો.

સંસ્થાઓએ આપેલ માહિતીનું સમિતિના નિષ્ણાતો દ્વારા પૃથકરણ થાય તે દરમ્યાન, સમિતિ દ્વારા તા.૦૫/૦૭/૨૦૧૭નાં રોજ, પ્રવેશ સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી ન પડે તે હેતુસર, પ્રોવીઝનલ ફીની જાહેરાત કરાયેલ હતી.

સંસ્થાની સ્થળ અને જાતતપાસ માટે, નિયામક, ટેકનીકલ શિક્ષણ, ગાંધીનગરનાં સહયોગથી સ્વ-નિર્ભર સંસ્થાઓમાં સરકારી ટેકનીકલ કોલેજોનાં અધ્યાપકોની નિષ્ણાંતોની ટીમનું ગઠન કરી સંસ્થાની રૂબરૂ મુલાકાત કરાવી, સંસ્થા ખાતેની માળખાગત સુવિધા અને સવલતો, અધ્યાપકગણનો લાયકાત, સંખ્યા અને તેમનું રીસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રમાં અનુદાન, સપોર્ટ સ્ટાફ, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, પ્રવેશ પ્રાથમિક્તા, વિદ્યાર્થીઓનું પરિમાણ અને પ્લેસમેન્ટ, ગર્વનન્સ વગેરેની હકીકતલક્ષી માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જેમાં નીચે જણાવેલ પરિમાણોને ધ્યાને લેવામાં આવેલ  હતા.

Factor
Building & Infrastructure.
Performance & Academic Excellence.
Accreditation.
Placement Records.
Staff Cadre, Qualification and Academic Contribution.
Financial Aid Program for students.
Students Performance
Compliance / Services

નિષ્ણાતોની ટીમ દ્વારા સંસ્થા ખાતેથી જ આ પરિમાણોની ગુણવતાની વિગતો સમિતીનાં ઓનલાઈન વેબપોર્ટલ થકી અપલોડ કરવામાં આવેલ હતી અને અંતે ઓટોમોડમાં આંકડાકીય સ્કોરમાં તબદીલ કરવામાં આવેલ હતી. સમિતિનાં અવલોકન મુજબ એક્સપર્ટ કમિટીનાં સ્કોર અને સંસ્થાઓની નાણાકીય વિશ્લેષણ વચ્ચે ગાઢ સબંધ જણાયેલ હતો.

સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવેલ માહિતીનું ચોક્કસ પ્રક્રિયાને આધીન પૃથ્થકરણ હાથ ધરી, અંદાજીત ફીનાં માળખાની વિગતો સંસ્થાને જણાવવામાં આવેલ હતી અને તે બાબતે સંસ્થાને કોઈ રજૂઆત હોય, તો તેવી સંસ્થાઓને રૂબરૂ સાંભળવાની તક પણ અપાયેલ હતી.

અરજી કરેલ ૨૧૬ જેટલી સંસ્થાઓને રૂબરૂ સાંભળતા, તેમની રજૂઆતોનો મુખ્યત્વે સારાંશ નીચે મુજબ હતોઃ

  • સંસ્થાનાં સ્ટાફની ભૂલને કારણે ખોટી ડેટા-એન્ટ્રીને કારણે ફરીથી ડેટા રજૂ કરવા માટે
  • વર્ષ ૨૦૧૬-૧૭ નાં ઓડિટેડ એકાઉન્ટો સમયસર પૂર્ણ ન થવા
  • સંસ્થા ને બદલે ટ્રસ્ટ નાં એકાઉન્ટ રજુ કરવા, સંસ્થા વાઈઝ ઓડીટેડ એકાઉન્ટ ન હોવા
  • પ્રોવિઝનલ જાહેર કરાયેલ ફીમાં થયેલ ઘટાડા, વગેરે બાબતોની રજૂઆતો કરવામાં આવેલ હતી
  • જીએસટીનાં અમલથી થયેલ ખર્ચમાં વધારો

જો કે, મોટા ભાગની સંસ્થાઓએ ઓનલાઈન કાર્યવાહી દ્વારા ફી નિર્ધારણની પ્રક્રિયા માટે જરૂરી માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી, પારદર્શક્તા અને ફી નિર્ધારણ માટે રજૂઆતો કરવાનો મોકો આપવા બદલ ફી નિર્ધારણ સમિતિનો આભાર પ્રદર્શિત કરેલ હતો.

આમ, સંસ્થાઓની રજૂઆતો અને ચર્ચા-વિચારણાને અંતે તેમજ વિઝીટ સ્કોર અને સંસ્થાઓ દ્વારા માળખાકીય સવલતો માટે થયેલ રોકાણોને ધ્યાને લેતાં સમિતિ દ્વારા પ્રત્યેક સંસ્થાની વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૧૯-૨૦ સુધીની ફીનું નિર્ધારણ કરવામાં આવેલ હતું.

આમ, સમિતિ સમક્ષ આવેલ ૫૭૪ સંસ્થાની ફી દરખાસ્તની સંક્ષિપ્ત માહિતી નીચે મુજબની છે.

  • ૧૯ સંસ્થાઓની ફીમાં ઘટાડો કરેલ છે
  • ૪૩૪ સંસ્થાઓની ફીમાં કોઈ વધારો કરાયો નથી
  • ૧૨૧ સંસ્થાઓ ફી વધારો કરાયો છે, જે પૈકી
  • ૩૧ સંસ્થાઓને માત્ર ૫% ની મર્યાદામાં ફી વધારો કરાયેલ છે
  • ૪૧ સંસ્થાઓને ૫% થી ૧૦% ની મર્યાદામાં ફી વધારો કરાયેલ છે
  • ૪૯ સંસ્થાઓને ૧૦% થી મહતમ ૧૫% મર્યાદામાં ફી વધારો કરાયેલ છે

આમ , ૫૭૪ પૈકીની ફક્ત ૧૨૧ સંસ્થાઓને ફીમાં મહતમ ૧૫% સુધીનો વધારો આપેલ છે. જે કુલ સંસ્થાઓના ૨૧ % જેટલો થાય છે.

આશરે ૨૬૦ જેટલી સંસ્થાઓની જાહેર કરાયેલ પ્રોવિઝનલ ફી કરતા આખરી ફીમાં ઘટાડો થયેલ છે.

જ્યારે અમુક સંસ્થાઓએ ૨૦૦% સુધી ફીમાં વધારો માગેલ હતો.

વધુમાં, સમિતિએ સંસ્થાઓ માટે જે તે વર્ષની નિયત કરેલ ફી , જે તે વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ લાગુ પડશે અને વિદ્યાર્થી જ્યાં સુધી તેનો અભ્યાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી નિર્ધારિત રહેશે. તદુપરાંત સમિતિ એ નિર્ધારિત કરાયેલ ફી માળખામાં  ટ્યુશન ફી, લાયબ્રેરી ફી, લેબોરેટરી ફી, કોમ્પ્યુટર ફી, કોષન મની, જીમખાના ફી, ઈન્ટરનેટ, યુનિવર્સીટી એફીલેશન ફી, સ્પોર્ટ્સ અને રીક્રિયેશન  સેલ્ફ અને પર્સનાલીટી ડેવલોપમેન્ટ ફી જેવી અન્ય ફી નો સમાવેશ થાય છે. સમિતિ દ્વારા  નિર્ધારિત ફી ઉપરાંત ફકત જે-તે યુનિવર્સિટી ને ભરવા પાત્ર ફી સિવાય અન્ય કોઈપણ ફી કે ડીપોઝીટ સંસ્થા વિદ્યાર્થીઓ પાસે થી વસૂલ કરી શકશે નહીં

ઉપરાંત, સમિતિનાં ધ્યાને આવેલ છે કે અમુક સંસ્થાઓ વિધાર્થીઓ પાસેથી યેનકેન પ્રકારે, જુદા જુદા અન્ડરટેકિંગ લઈને સમિતિ દ્વારા નિયત કરાયેલ ફી ઉપરાંત વધારાની ફી કે ડીપોઝીટ લેવાની આગ્રહ રાખે છે. ફી નિયમ સમિતિ દ્વારા નક્કી કરાયેલ ફી ઉપરાંતની ફી કે ડીપોઝીટ લેવી તે કાયદાનો ભંગ છે, અને આવી સંસ્થાઓ પર સમિતિ કાયદાની જોગવાઈ મુજબ દંડનાત્મક કાર્યવાહી કરશે.

સંસ્થા મુજબ નિયત કરેલ ફીની સંપૂર્ણ વિગતો કમિટિની વેબસાઇટ www.frctech.ac.in ઉપર ઉપલબ્ધ છે.